• સૌરાષ્ટ્રની એકમાત્ર સચેતન જગ્યા કે જ્યાં એકસાથે 12-12 મહાઆત્માઓની છે સમાધિ એવા
  • વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જ્યાં અનેક પરચા નિરૂત્તર છે તેમ દાણીધારનો રોટીનો ટૂકડો ક્યારેય વાસી થઇને બગડતો નથી

સંત શૂરાની ભૂમિ સૌરાષ્ટ્રની ધરાતલમાં એક સાથે 12-12 સચેતન સમાધિ જ્યાં સનાતન ધર્મની આહલેખ જગાવે છે તેવી સંત શ્રીનાથદાદાની પાવનકારી અને સંત ઉપવાસી બાપુની તપોભૂમિ દાણીધારમાં શ્રીનાથજી દાદાના 396માં શ્રાદ્વ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ‘અબતક’ની મુલાકાતે આવેલા શ્રીનાથજી દાદા ટ્રસ્ટના પ્રમુખ ભાવસિંહભાઇ ડાભી, રણજીતસિંહ રાઠોડ, હનુભા ડાભી, વનરાજસિંહ ગોહિલ અને યોગરાજસિંહે આ ઉત્સવની માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રીનાથજી દાદાના 396માં શ્રાદ્વ ઉત્સવની ઉજવણી કાલાવડના દાણીધાર ધામ ખાતે તા.13/9/22 મંગળવાર, ભાદરવા વદ, ચોથના દિવસે થશે. આ કાર્યક્રમનો પ્રારંભ 13મી મંગળવારે સવારે 7:00 વાગ્યે સમાધિ પૂજન, 10:00 થી 5:00 રાધે કાન ગોપી દરમિયાન 10:30 વાગ્યે દાદાને 51 થાણ ધરાશે અને સવારથી સાંજ ભવ્ય લોકમેળામાં અંદાજે લાખથી દોઢ લાખ ભાવિકો ભજન-ભોજન-દર્શનનો લાભ લેશે. રાત્રે 9:00 દાણીધાર ધામ ગૌ શાળાના લાભાર્થે લોકડાયરામાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી, ગાયક જીજ્ઞેશ બારોટ, પરેશદાન ગઢવી, દેવલબેન ભરવાડ, ધનસુખભાઇ વસોયા, અજયસિંહ ડાભી કલા રસ પીરસશે.

DSC 1996

આ મહોત્સવમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, સાંસદ પૂનમબેન માડમ, મંત્રી રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્યો જયેશભાઇ રાદડીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, આર.સી.ફળદુ, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અગ્રણી રાજુભાઇ ધ્રુવ, ડો.કથિરિયા, નીતિનભાઇ ભારદ્વાજ, કશ્યપભાઇ શુક્લ, હેમરાજભાઇ પાડલીયા, યુવરાજસિંહ જાડેજા, હરિચંદ્રસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, હરેશભાઇ ભાલાળા, રાજદિપસિંહ જાડેજા, ચંદુભાઇ ગીણોયા, દિપકસિંહ જાડેજા, રામભાઇ ડોડીયા, ગોવુભા જાડેજા, હીરેનભાઇ હાપલીયા, અનિરૂધ્ધસિંહ જાડેજા, સુખદેવસિંહ ગોગામેડી, રાજસિંહ શેખાવત, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રણવભાઇ ચંદુભાઇ વિરાણી, નરેન્દ્ર બાપુ, ડો.દિપક વાડોદરીયા, દિગુભા જાડેજા, હરીશચંદ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ, પૃથ્વીરાજસિંહ જાડેજા, હર્ષદભાઇ માલાણી, મનોજભાઇ માલાણી, પરષોત્તમભાઇ પટેલ, મનસુખભાઇ દેવાણી, સ્મીતભાઇ કનેરીયા, ડો.સાવલીયા, ગોપાલભાઇ અકબરી, રમણીકભાઇ અકબરી, મનસુખભાઇ પાનસુરીયા, સહદેવસિંહ ઝાલા, રઘુભા ઝાલા, નારૂભા જેઠવા, મુકેશભાઇ મોરડીયા, પરેશભાઇ વીઠલાણી, હસુભાઇ મહેતા, રાકેશભાઇ ગાજીપરા સહિતનાઓ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં સંતશ્રી રમેશદાસજી નેનુજી, રામટેકરીના કિશનદાસ બાપુ, વિજયદાસ બાપુ, દિવ્યાનંદજી બાપુ, વિજય બાપુ, વાલદાસ બાપુ, શેરનાથ બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ, ગધેથડના લાલ બાપુ, પાળીયાદના નિર્મળા બા, તોરણીયાના રાજેન્દ્રદાસ બાપુ અને રાજુરામ બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે વચ્છરાજદાદા જીવદયા ટ્રસ્ટના પ્રમુખ લક્ષ્મણ બાપુ ઉ5સ્થિત રહેશે. આ મહોત્સવને સફળ બનાવવા અને મહોત્સવનો લાભ લેવા શ્રીનાથજી દાદા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સેવકગણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

દાણીધાર શ્રીનાથજી દાદાની જગ્યાનું ભારે મહત્વ

દાણીધાર ધામમાં એકસાથે 12-12 સચેતન સમાધિ આજે પણ જીવંત જાગત છે. આ જગ્યામાં અવિરત રોટલો મળે છે અને આ જગ્યાના રોટલામાં આજે પણ એટલો સાચ છે કે રોટલાના ટુકડાનો પ્રસાદ ક્યારેય બગડતો ન હોવાનો ‘અબતક’ની મુલાકાતે આવેલા ભાવસિંહભાઇ ડાભીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.