સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમિલનાડુના સેલમ સિલ્ક કાપડનો ચિત્ર અને માહિતી સંપાદન માટે પુસ્તકમાં કરાયો ઉપયોગ
“સૌરાષ્ટ્ર તામિલ સંગમ”નો ઉત્કૃષ્ટ વિચાર સોમનાથ ટ્રસ્ટ દ્વારા આત્મસાત કરવામાં આવ્યો છે. અને તેના પર થયેલ મનોમંથન માંથી નીકળેલ નવનીત એટલે “જફીફિતવિફિં ફક્ષમ ફિંળશહ- ભજ્ઞક્ષરહીયક્ષભય” પુસ્તિકા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પુસ્તક સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાયની સદીઓની ગાથા હસ્ત રચિત ચિત્રો અને વર્ણન સાથે દર્શાવવામાં આવી છે. આ પુસ્તિકા ની વિશેષતા એ છે કે તેમાં સૌરાષ્ટ્રીયન સમુદાયની ઓળખ ગણાતા રેશમી કાપડનો ઉપયોગ કરી તેના પર ચિત્ર અને માહિતી સંપાદન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં પધારેલ દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, સહિત વિવિધ રાજ્યના રાજ્યપાલ અને કેન્દ્રીય તેમજ રાજ્યના મંત્રીઓ સહિત આવનાર મહેમાનોને આ પુસ્તિકા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભેટ આપવામાં આવી હતી.ઇસ. 1022 થી લઈને 2023 સુધીની સોમનાથ તીર્થની વિસર્જન બાદ સર્જનની મહાન ગાથાને આ પુસ્તકમાં રોચક રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. ઇ.સ.1022 ના વર્ષમાં વસ્ત્ર નિર્માણ કલા, વ્યાપાર અને નિકાસ સોમનાથ તીર્થમાં સમૃદ્ધિપૂર્વક વિકાસ પામ્યા તેનું પ્રદર્શન કરવાની સાથે-સાથે કાળક્રમે આક્રાંતાઓના વિધ્વંસ કરવાના સતત પ્રયાસો વચ્ચે સોમનાથ તીર્થમાં શિવ આરાધના નું અખંડ રહેવું. સ્વતંત્રતા બાદ સોમનાથનું પુન:નિર્માણ. અને દેશના યશસ્વી પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિકાસ કાર્યો, માનવતા સભર પ્રવૃત્તિઓ, અને આધ્યાત્મિક નવચેતના દ્વારા સોમનાથ તીર્થમાં સુવર્ણયુગની પુન: સ્થાપનાને આ પુસ્તિકામાં મનોગમ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવી છે.