શ્રીનાથજીની ઝાંખી સહિત ઉપયોગી ૨૯ સેવાની પરાકાષ્ઠા પ્રોજેકટ: સેવા હેલ્પલાઈનનાં છ સ્કુટર સેવાનો પ્રારંભ
અનેકવિધ સેવાક્ષેત્રોમાં અમુલ્ય યોગદાન આપતી સેવાકીય સંસ્થા બોલબાલા ટ્રસ્ટ રાજકોટ શહેરમાં અને‚ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભુખ્યાજનોને ભોજનોના જઠરાગ્ની તુપ્ત કરવા અબોલ જીવો માટે કીડીને કણ અને હાથીને મણ સમાન જીવદયા સેવા ગુજરાતભરનાં સેંકડો જ‚રતમંદો માટે નિ:શુલ્ક મેડીકલ સાધનોની સેવા જેવા અનેકવિધ આશીર્વાદરૂપ કાર્ય કરતી સંસ્થા દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ જયારે ૨૮ વર્ષ પૂર્ણ કરી ૨૯માં વર્ષમાં જયારે મંગલ પ્રવેશ કરશે ત્યારે તેના જન્મદિવસને યાદગાર રીતે ઉજવવા અનોખી તૈયારી કરી છે. સંસ્થા દ્વારા ૨૯ અલગ-અલગ સેવાઓ એકી સાથે એક જ જગ્યાએ અને એક દિવસે ઉજવવાનું એક અનોખું આયોજન હાથધર્યું છે.
જેમાં એન્જ ગ્લીમ્પસ લાઈવ ઓરકેસ્ટ્રા પ્રવિણભાઈ ભટ્ટ, હિતેષભાઈ પ્રજાપતિ સહિતની ટીમનાં સહયોગથી શ્રીનાથજી ઝાંખી સંગીત સંઘ્યા સહિત ૭ કાર્યક્રમ પણ સાથો સાથ રાખેલ છે. કાલે બપોરે ૩ થી ૮ સુધીમાં મણીઆર હોલ જયુબેલી ખાતે બોલબાલા સંસ્થા દ્વારા સેવાકીય કાર્યક્રમોની હારમાળા એકી સાથે યોજાશે.
જેમાં ૧૦૦૮ રિદ્ધિ સિદ્ધિ (મોદક) યજ્ઞ સવારે ૫ થી ૯ (બોલબાલા મંદિર), ૧૨૯ વિધવા બહેનોને સાડી, અન્નપૂર્ણા કીટ વિતરણ, ૧૨૯ સ્ટીક લાકડીનું વૃદ્ધાશ્રમમાં વિતરણ, ૧૨૯ પેકેટ કેરીનાં પેકેટનું વિતરણ, ૨૨૯ કપ હોસ્પીટલમાં દર્દીઓને આઈસ્ક્રીમ વિતરણ, ૨૨૯ લીલા નાળીયેર (ત્રોફા)નું દર્દીઓને વિતરણ, ૨૨૯ કિલો ગાય માટે લાડવા બનાવી પાંજરાપોળમાં અને ગૌશાળામાં નિરવા, ૨૨૯ નાળિયેરમાં કિડીયા‚ પુરવા, ૨૯ સ્પે.સંસ્થા જેવી કે દિવ્યાંગ, વિકલાંગ, વૃદ્ધાશ્રમ સહિતની જગ્યાએ મીઠાઈ-ફરસાણ વિતરણ, ૨૯ રસ્તા પર બેસી મોચીકામ કરતા મોચીનું સન્માન, ૨૯ રેલવે કુલીઓનું સન્માન, ૨૯ બોલબાલાનાં મેમ્બર જેમના લગ્નને ૫૦ વર્ષ પૂર્ણ થયા હોય તેવા હયાત કપલ સન્માન, ૨૯ મહિલા ટ્રાફિક બ્રિગેડનું સન્માન, ૨૯ સેવા આપનાર ડોકટર્સનાં સન્માન, ૨૯ બોલબાલા સંસ્થાનાં સ્ટાફનું સન્માન, ૨૯ મનીબેંક દાતાઓનું સન્માન, ૧૦૮ની સેવાનું સન્માન, ૨૯ અંતિમયાત્રા મુકિતરથના સારથીનું સન્માન, ૨૯ સમર ટ્રેનીંગ કલાસીસનાં સ્વયંસેવકો અને સ્ટાફ સેવાર્થીનું સન્માન, રાજકોટનાં સ્ટેચ્યુની સફાઈ તથા હારતોરા, ૨૯ ચબુતરા જઈને પક્ષીને ચણ નાખવાનું કામ, ૨૯ મદારીઓના સન્માન અને કીટ વિતરણ, ૨૯ ધુળધોયાનું સન્માન અને કીટ વિતરણ, ૨૯ દાણાપીઠના રેકડીવાળા તથા મજુરોનું સન્માન અને કીટ વિતરણ, ૨૯ જેટલા ૮૦ વર્ષ ઉપરનાં સિનીયર સીટીઝન મેમ્બરોની વડીલ વંદના, ૧૦૨૯ ચક્ષુદાનના સંકલ્પ પત્રોનું વિતરણ અને ભરાવવા, ૧૦૨૯ કપડાની જોડીનું વિતરણ, હરીવંદના કોલેજનાં સહયોગથી મેગા મેડિકલ કેમ્પનું આયોજન તથા સેવા હેલ્પલાઈન સ્કુટર સેવાનો પ્રારંભ થશે.
આ ઉપરાંત અનેક સેવાકીય પ્રોજેકટને લગતી પ્રવૃતિઓ તેમજ સીનીયર સીટીઝન મેમ્બરનાં મનોરંજન માટે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ મણીઆર હોલ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાઈ અમારી સંસ્થાની સેવાકીય કામગીરીનાં ઉત્સાહમાં વધારો કરે તેવું સંસ્થાવતી ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાય પોતાની યાદીમાં જણાવે છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાયનાં સીધા માર્ગદર્શન હેઠળ બોલબાલા સીનીયર સીટીઝન કમિટી મેમ્બર, કાર્યકર્તા તેમજ બોલબાલાનાં કર્મચારી ભાઈ-બહેનો જહેમત ઉઠાવી રહ્યાં છે. કાર્યક્રમ કાલે બપોરે ૩:૩૦ થી મણીઆર હોલ, જયુબેલી બાગ, રાજકોટ ખાતે યોજાશે.