સાંખ્યયોગી લીલાબાની નિશ્રામાં રેખાબેન કરાવશે કથાનું રસપાન ૨૬મીએ મહિલા મંડળો દ્વારા સમુહ વધામણાનાં ગીતોનો કાર્યક્રમ
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં પવિત્ર અધિક પુરુષતમ માસમાં, સાં.યો.લીલાબાના દિવ્ય પ્રેરણાત્મક આશીર્વાદથી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર, દાનેવ પાર્ક અમદાવાદ સંચાલિત આત્મીય મહિલા મંડળ એવમ્ હરિકૃષ્ણ યુવતી મંડળ આયોજીત, સાં.યો.લીલાબાના શિષ્યા સાં.યો.રેખાબેન (નાના)ના વ્યાસપદે આગામી તા.૨૭ને રવિવારથી તા.૩૧ દરમ્યાન અધિક માસમાં, બહેનો દિકરીઓને વિશેષ ભકિતનું બળ મળે, જીવન ઘડતર થાય તથા શુભ સંસ્કારોનું સિંચન થાય તેવા શુભ હેતુથી ભગવાન સ્વામિનારાયણ લીલા ચરિત્રોથી ભરપુર અને સંપ્રદાયનો શિરમોડ ગ્રંથ, સત્સંગિજીવનની કથા પારાયણ, શુકન ચાર રસ્તા, નિકોલ નરોડા રોડ પર રાજહંસ સિનેમા પાસે કૃશ્રા ફાર્મમાં રાખેલ છે.
તા.૨૬ને શનિવારના રોજ બપોરે ૨:૩૦ કલાકે સ્વા.મહિલા મંદિર દાનેવ પાર્ક ખાતે તમામ મહિલા મંડળો દ્વારા વધામણાના ગીતોનો કાર્યક્રમ રાખેલ છે. તા.૨૭ને રવિવારના રોજ રીટાબેન સોડવડિયાના નિવાસ સ્થાન (કર્ણાવતી સોસાયટી સામેથી) કથાસ્થાન સુધી ભવ્ય પોથી-શોભાયાત્રા નિકળશે અને સાં.યો.લીલા બા અને સાં.યો.કાંતાબેન તથા યજમાનના હસ્તે દિપ પ્રાગટય તથા પોથીજીનું પુજન અને લીલાબાનું મંગળ પ્રવચન યોજાશે. તા.૨૮ સોમવાર ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાશે.
તા.૨૯ મંગળવારે નિલકંઠ ભગવાનનો વનપ્રવેશોત્સવ ઉજવાશે અને તેજ રાત્રે સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર, દાનેવ પાર્કની બાલિકા અને કુમારિકાઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તા.૩૦ બુધવાર સહજાનંદ સ્વામી ગાદી અભિષેક અને રાતે ઠાકરથાળી-સમુહ રાસ તા.૩૧ને ગુરુવાર હિંડોળા ઉત્સવ અને પૂર્ણાહુતી દરરોજ કથાનો સમય બપોરે ૩ થી ૬:૩૦ અને રાત્રે ૯ થી ૧૧:૩૦ રહેશે. તા.૧ જુન શુક્રવારના રોજ સવારે ૮ થી ૪ કલાક સુધી હરિયાગ-યજ્ઞ યોજાશે. સાથે રસોડું પુરવાની વિધિ પણ રાખેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com