આજરોજ GST કાઉન્સિલની 27મી બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં રાજ્યોના નાણા મંત્રીઓ પણ સામેલ થશે. આ કાઉનસીલની બેઠક માં નાણામંત્રી વિડીયો કોન્ફરસથી બધા સાથે જોડાશે અને જી.એસ.ટી. માં પડતી મુશ્કેલીની દુર કરવા ઉપરાંત સરલ ટેક્સ રિટર્ન ફોર્મ રજૂ કરવા અંગે વિચાર કરવામાં આવશે.
આ સાથે જ GST નેટવર્કને સરકારી કંપનીમાં ફેરફાર કરવાના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી શકે છે અને જી.એસ.ટી કાઉનસીલની ભવિષ્યને લયને નિર્ણય થય સકે છે.
Union Finance Minister Arun Jaitley chairs 27th GST Council meeting in New Delhi through video conferencing. pic.twitter.com/3noG4pPpdt
— ANI (@ANI) May 4, 2018
હાલની જાહેરાત મુજબ એપ્રિલમાં જી.એસ.ટી. આવક એક લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ છે. જે એક રેકોર્ડ છે.
સરકારી અહેવાલ મુજબ સરકારનો કુલ જી.એસ.ટી સંગ્રહ ગત મહિને 1.03 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. ગત વર્ષે 1 જુલાઈએ લાગુ જી.એસ.ટી સંગ્રહ પૂરાં નાણાંકીય વર્ષમાં 2017-18માં 7.41 લાખ કરોડ રૂપિયા રહ્યો છે અને હજુ પણ જી.એસ.ટી ભરતા વેપારીઓ ની સંખ્યામાં વધારો થાય છે જેથી આવક વધી શકે છે.
આજની બેઠક માં નીચે મુજબની ચર્ચા થઈ શકે છે :
(૧)સરળ આઈટી રીટન ફોર્મ
(૨)ડિજીટલ પેમેન્ટ ડિસ્કાઉન્ટ
(૩) ક્રેડિટ કાર્ડ પેમેન્ટ કરતા GSTમાં 2% છૂટ મળી શકે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com