રામકથાની પૂર્વ સંધ્યાએ બ્રહ્મચોર્યાસી

તલગાજરડા ની પવિત્ર તીર્થ ભૂમિ પર આગામી ૨૭ તારીખ થી આરંભાઈ રહેલી રામકા “માનસ-ત્રીભુવન – ૨ ની જબરદસ્ત પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. કથા સ્થળ પર શ્રાવકો માટે સુંદર વ્યવસ જળવાય અને સુખપૂર્વક કથા શ્રવણ થઈ શકે તે માટે ૩૧ સમિતિઓ નાં ૨૫૦૦ સ્વયંસેવકો સ્વયંભૂ ઉત્સાહ સાથે વ્યવસને આખરી ઓપ આપી રહ્યા છે.  કથાના મીડિયા કન્વીનર શ્રી બાબુભાઈ રામે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કથાની પૂર્વ સંધ્યાએ તારીખ ૨૬/૧૦ ના રોજ સાંજે સાડા પાંચ કલાકે “સાધુ – બ્રહ્મ સમાજ ચોર્યાસી નું ભવ્ય અયોજન છે.

મહુવા શહેર અને તાલુકા ના તમામ ગોળ ના સાધુ પરિવાર અને બ્રાહ્મણ પરિવાર – સમસ્ત બ્રહ્મ સમાજ ના આબાલ વ્રદ્ધ સહુને સાગમટે પધારી, મહા પ્રસાદ ગ્રહણ કરવા યજમાન શ્રી હરિભાઈએ નોતરું પાઠવ્યું છે. આ મહા ચોર્યાસી પૂજ્ય બાપુની પાવન ઉપસ્થતિ માં યોજાશે, જેમાં પૂજ્ય બાપુ ના વચનઅમૃત નો લાભ મળશે. હરિભાઈ નકૂમ પરિવારે સઘળાં વંદનનિય સાધુ – બ્રાહ્મણો ને પધારવા અનુરોધ કર્યો છે.

પૂજ્ય બાપુની પ્રેરણાી મહુવા શહેર અને તાલુકામાં કથા ના નવ દિવસ દરમિયાન ગાયમાતાને ઘાસ, કૂતરાને રોટલા અને પંખીઓ ને ચણ નાખવાટમાં આવશે. કાની બીજી એક વિશેષતા એ છે કે કાની પૂર્વ સંધ્યાએ કા સ્ળે ૨૪ કલાક માટે અખંડ રામધૂન થશે અને ત્યાર બાદ હવન થશે.

કથા પ્રારંભે ૩ – ૩૦ કલાકે ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝા(ભાઈશ્રી) ના પાવન હસ્તે દીપ પ્રાકટય થશે. આ પ્રસંગે સાધ્વી રૂતંભરાદેવી (દીદી)અને ચાંપરડાના પૂજ્ય મુકતાનંદ બાપુ ઉપસ્થિત રહેશે. ઉપરાંત સુરતના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી લવજીભાઈ બાદશાહ, શ્રી સવજીભાઈ ધોળકિયા, શ્રી મુરભાઇ સવાણી ઉપસ્થિત રહેશે. વિશેષ આમંત્રિતોમાં ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા, શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાણાની, શ્રી સિર્દ્ધાભાઈ પટેલ, ગુજરાત ના કેબીનેટ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, મહુવાના ધારાસભ્ય શ્રી આર. સી. મકવાણા જેવા ગણમાન્ય નેતાઓ ઉપસ્થિત રહેશે.

યજમાન શ્રી હરિભાઈ નકૂમ જણાવે છે કે પોતે નિમિત્ત માત્ર યજમાન છે. કથા આપણા સહુ ની છે,સમગ્ર સમાજની છે. વિશ્વમાં ક્યારેય પણ, ક્યાંય પણ ન યોજાઈ હોય એવી કથા તલગાજરડાની ભૂમિ પર આપ સહુ ના સાથ સહકાર, સહયોગ અને ઉત્સાહ સાથે યોજાવાની છે.

વિશ્વ વિક્રમી આ કથા ના વિરાટ આયોજન માં તલગાજરડા, મહુવા, રાજુલા અને તળાજા તાલુકાના ભાવિકો ઉપરાંત સુરત, મુંબઈ અને અન્ય નગરો માં વસતા મિત્રો અને સંબંધીઓ પણ યોગદાન આપી રહ્યા છે.

આહિર સમાજની એવી લાગણી છે કે સમગ્ર વિશ્વમાં વસતા કથા શ્રાવકો કાઠિયાવાડ ની મીઠી મહેમાનગતિ માણે અને આહિર સમાજ ના સંસ્કાર અને સંસ્કૃતિ ને દિપાવે એવો સહુ ને રૂડો આવકાર મળે.

તલગાજરડાની આ કથા મારા માટે સ્વપ્ન સમાન છે : મોરારીબાપુ

તલગાજરડા ખાતે ૨૭ ઓક્ટોબર ના રોજ શરૂ નારી રામકાના સ્થળની આજે સંધ્યા સમયે પૂજ્ય બાપુએ રૂબરૂ મુલાકાત લીધી હતી. યજમાન શ્રી હરિભાઈ, દર્શનભાઈ, પરેશભાઇ, શ્રી બાબુભાઈ રામ તથા અન્ય ભાવકો સાથે કથા સ્થળે પધારેલા બાપુએ તૈયાર થઈ રહેલ ૫૬૦૦૦ શ્રોતાઓ બેસી શકે તેવો વિશાળ કથા મંડપ, બેઠક વ્યવસ, વાહન વ્યવહાર ની અવર જવર માટેની સ્થિતિત, પાર્કિંગ વ્યવસ ૨૫૦૦૦ જેટલા શ્રાવકો એકસો પ્રસાદ લઈ શકે એવી ભાઈઓ અને બહેનો માટેની અલગ અલગ ભોજન- વ્યવસ, બંને સન વચ્ચેનું વિશાળ રસોડું વગેરે તમામ બાબતો નું નિરીક્ષણ કર્યું હતું.બાપુ એ તૈયારીઓ બાબતે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ બાપુ રામકા કાર્યાલય પર પધાર્યા હતા અને પ્રસન્નતા સાથે જણાવ્યું હતું કે આ કથા તેમના માટે એક સ્વપ્ન સમાન છે. પોતે એક સ્વપ્ન જોઈ રહ્યા છે અને કથા પુર્ણ થયા પછી પણ જાણે આ એક સ્વપ્ન જ હોય એવું લાગશે.

પૂજ્ય બાપુ એ અગાઉ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે “તલગાજરડું મારો પ્રાણ છે……મારે આ કામાં ગરુડની જેમ ઊડવું છે, પૂષ્પની જેમ ખીલવું છે અને શ્રોતાઓને પ્રસન્ન કરવા છે. હનુમાનજી નવ નવ દિવસ સહુને આશીર્વાદ આપશે.” ત્યારે આ કથા અદ્ભુત બની રહેશે એવું વ્યાસપીઠ ના શ્રાવકો અનુભવી રહ્યા છે.

સહુી વિશેષ બાબત એ છે કે બાપુ દાદા ગુરુને નિરંતર સ્મરે છે અને કામાં બહુધા એમનું પ્રકટ સ્મરણ પણ કરે છે, પરંતુ તેમના નામી જ જોડાયેલી સમગ્ર કથા પ્રથમ વખત થઇ રહી છે. ત્યારે આ કથા અદ્ભુત, અનન્ય અને અનોખી બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.