સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર આયોજિત નવચંડી યજ્ઞ.. વાર્ષિક સ્નેહ સંમેલનમાં જ્ઞાતિજનોની વિશાળ ઉપસ્થિતિથી વાતાવરણ ધર્મમય બન્યું

અખિલ બ્રહ્માંડના અધિશ્વરી અને સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવારના કુળદેવી “મા તુલજા ભવાની” ના રણુના પવિત્ર ધામ ના ચૈતન્ય ભર્યા વાતાવરણમાં સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર આયોજિyત નવચંડી યજ્ઞ તેમજ વાર્ષિક સ્નેહ સંમેલન ની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી,

સમગ્ર રાજ્ય અને દેશ દેશાવરમાં વસતા સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર ની વિશાળ ઉપસ્થિતિમાં ૨૬ મો નવચંડી યજ્ઞ અને વાર્ષિક સંમેલન ના મુખ્ય દાતા હર્ષદભાઈ પ્રાગજીભાઈ પાટડીયા પરિવારના અલ્પેશભાઈ હર્ષદભાઈ પાટડીયા અને રાહુલ અલ્પેશભાઈ પાટડીયા ગોકુલ જ્વેલર્સ આણંદ દ્વારા સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી મુખ્ય ભોજન ના દાતા તરીકે સચિનભાઈ મયંકભાઇ શક્તિ જ્વેલર્સ આણંદ ના પુત્ર કેનેડા નિવાસી જેનીશભાઈ તથા દેવ મયંક ભાઈ એ સેવા આપી હતી મહોત્સવમાં દ્વિતીય ભોજન ના દાતા પરિવાર માં મૂળ કટક અને હાલ અમદાવાદના ભવેન્દ્રભાઈ, વડોદરાના આશિષ અને મયુરભાઈ વેન્ડિંગ જમશેદપુરના અશોકભાઈ દેવચંદભાઈ પાટડીયા, અમદાવાદ જયેશભાઈ ડાયાલાલ પાટડીયા પરિવાર અને રાણપુર વાળા મહેશભાઈ વ્રજ લાલ પાટડીયા પરિવારને ભોજન ના દાતા તરીકેનો પુણ્ય લાભ પ્રાપ્ત થયો હતો

૨૬મો નવચંડી યજ્ઞ વાર્ષિક સ્નેહ મિલન પ્રસંગે તુલજા માતાજી મંદિરના પૂજ્ય મહંત કવિન્દ્ર ગીરીજી એ સમગ્ર પરિવારને આશીર્વાદ આપ્યા હતા સવારે છ વાગે મંગલા આરતી ત્યારબાદ નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો ૮/૩૦ વાગે પાટડીયા પરિવાર એ ધ્વજારોહણ કરી હતી ૧૦/૩૦ વાગે દીપ પ્રાગટ્યો અને સ્તુતિ વંદના બાદ મહંતેઆશીર્વાદ પાઠવ્યા હતા બપોરે આભાર દર્શન અને મહાપ્રસાદ બાદ દોઢ વાગ્યાના મુહરતે શ્રીફળહોમી આરતી નો લાભ લીધો હતો.

પાટલાના મુખ્ય યજમાન તરીકે આણંદના હર્ષદભાઈ પાટડીયા, અલ્પેશભાઈ પાટડીયા ,સચિન દિનકરભાઇ પાટડીયા અને મયંક દિનકર ભાઈ પાટડીયા , સહ યજમાન તરીકે કિરણબેન ચેતનકુમાર સોની રાજકોટ, મનિષાબેન અતુલકુમાર સોની જમશેદપુર, જયશ્રીબેન હિતેશકુમાર સોની અમદાવાદ, અને નિકિતાબેન દિલીપકુમાર સોની વડોદરા રહ્યા હતા આ જ પ્રસંગે આગામી ૨૭માં નવચંડી યજ્ઞના મુખ્ય યજમાન અને ભોજન ના મુખ્ય યજમાન માટે ઉછમ ણી માં ભાગ લઈ નામ નક્કી કરવામાં આવ્યા હતા

સવારે ૬:૦૦ વાગે મંગલા આરતી થી બપોરે ૧;૩૦ શ્રીફળ હોમી આરતી સુધીના આ ધર્મોત્સવમાં સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર ના ભાવિકો સહ પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દાતા અને કાર્યકરોની વિશાળ ફોજે ભારે જહેમત ઉઠાવી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.