વલસાડ, નવસારી, દૂધઇ, રાપર અને બેલામાં ભૂકંપના આંચકા અનુભવાયા
વલસાડથી 43 કિલોમીટર દૂર 3.4ની તીવ્રતાનો આંચકો ઇસ્ટ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયો
અબતક-રાજકોટ
સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની ગઇકાલે 21મી વરસી હતી ત્યારે રાજ્યમાં અલગ-અલગ સમયે 9 ભુકંપના આંચકા આવ્યા હતા. જેમાં સાઉથ ગુજરાતમાં વલસાડ અને નવસારી તેમજ કચ્છના દૂધઇ, રાપર અને બેલામાં ધરા ધ્રૂજતાં 21 વર્ષ પહેલાની યાદ આવી ગઇ હતી.
સીસ્મોલોજી ડીપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ 26મી જાન્યુઆરીની રાતે 3.19 કલાકે 1ની તીવ્રતાનો આંચકો કચ્છના દૂધઇથી 15 કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. જેની ઉંડાઇ 6 કિલોમીટરની હતી. ત્યારબાદ રાતે 3.51 કલાકે 1.7ની તીવ્રતાનો આંચકો કચ્છના બેલાથી 71 કિલોમીટર દૂર નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયો હતો. જેની ઊંડાઇ જમીનથી 10 કિલોમીટરની હતી. ત્યારબાદ વહેલી સવારે 4.33 કલાકે કચ્છના રાપરથી 19 કિલોમીટર દૂર 1ની તીવ્રતાનો ભુકંપનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો. જેની ઉંડાઇ 9.8 કિમીની હતી. ત્યારબાદ સવારે 10.18 વાગે વલસાડથી 44 કિલોમીટર દૂર 2ની તીવ્રતાના આંચકાનો ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઉંડાઇ 13.3 કિલોમીટરની હતી. ત્યારબાદ સવારે 11.22 કલાકે કચ્છના બેલાથી 55 કિલોમીટર દૂર 1.8ની તીવ્રતાના આંચકાનું નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઉંડાઇ 20 કિલોમીટરની હતી. ત્યારબાદ બપોરે 12.18 કલાકે નવસારીથી 40 કિલોમીટર દૂર 1.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું ઇસ્ટ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઉંડાઇ જમીનથી 12.09 કિમીની હતી. ત્યારબાદ બપોરે 12.46 કલાકે વલસાડથી 43 કિલોમીટર દૂર 3.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઉંડાઇ જમીનથી 5.9 કિલોમીટરની હતી. ત્યારબાદ બપોરે 1.52 કલાકે કચ્છના રાપરથી 22 કિલોમીટર દૂર 1.8ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઉંડાઇ 20.5 કિલોમીટરનું હતું. ત્યારબાદ સાંજે 7.50 કલાકે નવસારીથી 39 કિલોમીટર દૂર 1.6 તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું અને આજે વહેલી સવારે 6.00 વાગ્યે કચ્છના રાપરથી 19 કિલોમીટર દૂર 1.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયુ હતું. જેની ઉંડાઇ જમીનથી 16.9 કિલોમીટરની હતી.
વારંવાર આવતા ભુકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગઇકાલે એટલે કે 26મી જાન્યુઆરીએ સૌથી મોટો આંચકો વલસાડમાં 3.4ની તીવ્રતાનો નોંધાયો હતો. જેને 21 વર્ષ પહેલા આવેલા ભુકંપના આંચકાની યાદ અપાવી હતી.