- આવતા 36 મહિનામાં પ્રોજેક્ટ થઈ જશે પૂર્ણ : પ્રથમ દિવસેજ 60 ટકા બુકિંગ થઈ ગયું
- 10 હજાર લોકોએ પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી
રાજકોટ રિયલ એસ્ટેટ ક્ષેત્રે સતત હરણફાળ ભરી રહ્યું છે ત્યારે અનેકવિધ પ્રોજેક્ટ પણ હાલ નવા બની રહ્યા છે જે રાજકોટની દિશા અને દશા બદલવા માટે ખૂબ ઉપયોગી સાબિત થયા છે. રાજકોટના મરીન લાઈન સમા, 150 ફૂટ રીંગ રોડ ઉપર પ્રેસિડેન્સીયલ ગ્રુપ દ્વારા ટોરસ પ્રોજેક્ટ ને લોન્ચ કરવામાં આવ્યો છે આ 21 માર્ચ નો પ્રોજેક્ટ સંપૂર્ણ કોમર્શિયલ હોવાનું ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું.
બીજી તરફ રાજકોટમાં અનેકવિધ કોમર્શિયલ પ્રોજેક્ટ આવેલા છે પરંતુ સવિશેષ પ્રોજેક્ટ ખૂબ અધ્યતન અને વાસ્તુશાસ્ત્ર આધારિત હોવાથી એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભૂમિ પૂજનના દિવસે 60% થી વધુ લોકોએ ફ્રી બુક પણ કરાવી દીધા છે અને આશરે 10,000 થી વધુ લોકોએ એક જ દિવસમાં આ પ્રોજેક્ટ અંગેની માહિતી મેળવી હતી જેને લઇ આયોજકોમાં એક અલગ જ હરખની લાગણી જોવા મળી છે.
150 ફૂટ રીંગ રોડ ઉપર અનેકવિધ પ્રોજેક્ટ આવેલા છે ત્યારે ટોરસ પ્રોજેક્ટ અત્યંત મહત્વપૂર્ણ અને વ્યવસાય ક્ષેત્ર માટે ખૂબ મહત્વનો સાબિત થશે જે અંગે એન્જલ પંપના કિરીટભાઈ આજરોજાય અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું. વધુમાં તેઓએ ઉમેરતા કહ્યું કે રાજકોટ જે રીતે વિકાસ પામી રહ્યું છે ત્યારે નવા નવા ઉદ્યોગો પણ રાજકોટની પેરીફેરીમાં શરૂ થયા છે ત્યારે તેઓને એક પ્રીમિયમ લુક સાથે કોમર્શિયલ જગ્યા આપવામાં આવે તો તેઓ ખૂબ સારી રીતે તેમનો વ્યવસાય ચલાવી શકશે જેના ભાગરૂપે જ ટોરસ પ્રોજેક્ટ ને અમલી બનાવવાનો નિર્ણય ગ્રુપ દ્વારા લેવામાં આવ્યો હતો.
ધ ટોરસ …રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ક્રાંતિ સર્જસે : કિરીટભાઈ અદ્રોજા
પ્રેસિડેન્શીયલ ગ્રુપ અને એન્જલ પંપ ના કિરીટભાઈ આદરો જાય અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ધ ટોરસ પ્રોજેક્ટ ક્ષેત્ર માટે ક્રાંતિ સર્જસે. અત્યંત પ્રીમિયમ કેટેગરીનો હોવાથી તેને પ્રીમિયમ લુક આપવામાં આવ્યો છે અને આવનારા 30 થી 36 મહિનામાં જ આ પ્રોજેક્ટ પૂર્ણ કરી દેવામાં આવશે કારણ કે 21 માળનો પ્રોજેક્ટ હોવાથી સરકાર પાસે મંજૂરી મેળવવી પડે છે જેને ધ્યાને લઈ 36 મહિના જેટલો માતબર સમય આ પ્રોજેક્ટ પૂર્ણ થવા માટે લાગશે. તેઓએ રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રથમ દિવસે જ જે ટ્રાફિક જોવા મળ્યો તેનાથી પ્રોજેક્ટની સફળતા આંકખી શકાય છે કારણ કે પ્રેસિડેન્સીયલ ગ્રુપ અને આ પ્રોજેક્ટ ના સહભાગી બનેલા બિલ્ડરો હંમેશા ઉચ્ચ ગુણવત્તા વાળી વસ્તુ આપવામાં જ માને છે.