મોરબીમાં મચ્છુ માતાજીની 20 મી રથયાત્રા યોજાઈ

મોરબીમાં આજે અષાઢી બીજ ના દિવસે મચ્છુ માતાજીના પ્રાગટય દિવસ નિમિત્તે 20 મી શોભાયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ હતી જેમાં મહેન્દ્રપરામાં મચ્છુ માતાજીની જગ્યાએથી શરૂ થયેલી આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને આ તકે મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા નહેરુ ગેટ ચોકમાં આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

IMG 20220701 WA0227

જેમા આજે યોજાયેલી મચ્છુ માતાજીની આ 20મી શોભાયાત્રામાં  મોરબીમા મચ્છુ માતાજી નો આજે અષાઢીબીજ નિમિતે પ્રાગટય દિવસ હોવાથી મોરબી તેમજ આજુબાજુના જિલ્લાઓ માંથી માલધારી  સમાજના હજારો ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું  દર વર્ષે માલધારી સમાજ દ્વારા  અષાઢી બીજના દિવસે આ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા બે વર્ષથી કોરોના કાળના લીધે શોભાયાત્રા કાઢવામાં આવી ન હતી અને આજે અષાઢી બીજના દિવસે ભારે રંગેચંગે માઁ મચ્છુ ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામા મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો અને મોરબીના લોકો જોડાયા હતા અને મોરબીના નહેરુ ગેટ ખાતે મોરબી માળીયા ના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશ મેરજા દ્વારા આ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સર્વે લોકોને અષાઢીબીજ ની શુભેચ્છાઓ પાઠવી હતી.જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી ,એ ડીવીઝન પીઆઇ,એલસીબી, તાલુકા પીઆઇ,એસઓજી સહિત 283 પોલીસકર્મીઓનો  ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.