કોહલીને 48 કલાકનો સમય આપ્યા બાદ સુકાનીપદ ન છોડતા બોર્ડે રોહિતને સુકાની પદ સોંપ્યું
આગામી વિશ્વ કપ 2023ને તને લઈ ભારતીય ક્રિકેટ બોર્ડે વન ડે માટે ના બદલે રોહિત શર્માને સુકાનીપદ સોંપ્યું છે. જેથી ફર્સ્ટ છે કે આ ગામની વિશ્વ કપ માં વિરાટ કોહલી ભારતીય ટીમના સુકાની પદ તરીકે નહીં જોવા મળે. સામે આફ્રિકા સીરીઝ પૂર્વે ભારતીય ટીમે ટેસ્ટ મેચ માટેના ખેલાડીઓની જાહેરાત કરી છે જેમાં વિરાટ કોહલીને ટેસ્ટ મેચનો ચૂંટણી જાહેર કરવામાં આવ્યો છે. સાથોસાથ ક્રિકેટ બોર્ડ દ્વારા વિરાટ અને સુકાની પદ છોડવા માટે 48 કલાકનો સમય પણ આપવામાં આવ્યો હતો પરંતુ તે સમયગાળા દરમિયાન વિરાટ કોહલી દ્વારા સામેથી વન-ડેના સુકાની તરીકે પદ ન છોડતા બોર્ડે તેને તરીકે બહાર કર્યો છે.
સાઉથ આફ્રિકાના પ્રવાસે જનાર ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતિએ જાહેરાત કરી છે. સૌથી મહત્વનો નિર્ણય એ કહી શકાય કે ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે કોહલી રહેશે જ્યારે ટી-૨૦ પછી હવે વન ડે ટીમની કેપ્ટન્સી પણ રોહિત શર્માને સોંપવામાં આવી ભારત સાઉથ આફ્રિકાના પ્રવાસે ત્રણ ટેસ્ટ અને ત્રણ વન ડે મેચ રમનાર છે. રોહિત શર્માનું કદ હેડ કોચ રાહુલ દ્રવિડ હેઠળના નવા ટીમ મેનેજમેન્ટમાં વધ્યુ છે તેમ સ્પષ્ટ થયું છે કેમ કે અત્યાર સુધી રહાણે ભારતની ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન હતો તેના સ્થાને રોહિત શર્માની ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્તિ થઇ છે.
બીજી સૌથી મોટી વાત એ પણ સામે આવી રહી છે કે વિરાટ કોહલીને સુકાનીપદ છોડવાનું કહેતા શું કોહલી કાર્ડ સમાપ્ત થઈ ગયો છે કે કેમ તે પણ આવનારો સમય જ બતાવશે પરંતુ એક વાસ્તવિકતા સામે આવી રહી છે કે સચિન તેંડુલકરે પણ તેનું સુકાનીપદ ખોળિયું હતું અને પોતાના બેટિંગ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ત્યારે હાલની સ્થિતિ મુજબ એ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે કે વિરાટ કોહલીએ સુકાની પદ છોડ્યું છે ત્યારબાદ તે મહત્તમ સમય તેની બેટિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે અને પોતાનું આગવું વર્ચસ્વ ઊભું કરશે.