સુપ્રીમે ચાર ડિમ્ડ યુનિવર્સિટીઓએ પત્ર વ્યવહારથી આપેલી એન્જિનિયરીંગની ડિગ્રી રદ કરી
છેલ્લા ૧૬ વર્ષમાં માન્ય યુનિવર્સિટી દ્વારા કોરસપોન્ડન્સ કોર્સ દ્વારા એન્જીનીયરીંગ સર્ટીફીકેટ મેળવનારા વિદ્યાર્થીઓને અડચણરૂપ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આપવામાં આવ્યો છે કે આ પ્રકારની ડિગ્રી અમાન્ય ગણવામાં આવશે. દેશની તમામ ડિમ્ડ યુનિવર્સિટીઓને શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ થી પત્રવ્યવહારથી ચાલતા અભ્યાસક્રમો સતાવાળાઓની મંજુરી વગર ચાલુ રાખી શકાશે નહીં તેમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ચાર ડિમ્ડ યુનિવર્સિટીઓ જેઆરએન રાજસ્થાન વિદ્યાપીઠ, ઈન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ સ્ટ્રડીઝ ઈન એજયુકેશન, અલ્હાબાદ એગ્રીકલ્ચરલ ઈન્સ્ટિટયૂટ અને વિનાયક મિશન રીસર્ચ ફાઉન્ડેશન, તામિલનાડુ દ્વારા પત્ર વ્યવહારથી આપવામાં આવેલી એન્જિનિયરીંગ ડિગ્રીઓ રદ કરી નાખી છે. સરકારે આ ચાર યુનિવર્સિટીઓને પાછલી અસરથી આપવામાં આવેલી મંજુરીની સીબીઆઈ તપાસ કરાવવાનો પણ આદેશ આપ્યો છે.
ન્યાયમૂર્તિ આદર્શકુમાર ગોયેલ અને યુ.યુ.લલિતની ખંડપીઠે આ ચાર યુનિવર્સિટીઓ માંથી ૨૦૦/- ૨૦૦૫ની બેચમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને એઆઈસીટીઈની પરિક્ષામાં બેસવાની તક અપાશે. જોકે આ બેચ પછીના તમામ વિદ્યાર્થીઓની ડિગ્રી રદ કરવામાં આવી છે. આવા વિદ્યાર્થીઓને કોર્સ સર્ટીફીકેટ દ્વારા મળેલા લાભ પણ ગુમાવવા પડશે.