ડાના સ્વભંડોળમાંથી થનારા કામનો ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાના હસ્તે ખાતમુહૂર્ત.
રાજકોટ-કાલાવડ હાઈવે રોડને ટચ કરતો ખીરસરાથી મેટોડા જતો જુનો રસ્તો મેટોડા જીઆઈડીસી જવા માટે શ્રમિકો માટે બહુ જ ઉપયોગી થઈ શકે તેમ હોય જેની રજુઆત રાજકોટ-૭૧ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ રાજકોટ રૂરલ ડેવલોપમેન્ટ બોર્ડને કરતા આ રસ્તો ૨૫ લાખના ખર્ચે બનાવવાની મંજુરી રૂડા સ્વભંડોરમાંથી બનાવવાની મળતા ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ.
આ તકે મુખ્ય કારોબારી અધિકારી પી.વી.અનંતા રૂડા ડાયરેકટ પ્રોજેકટ ડી.જી.કાલરીયા, ના.કા.ઈ.સમીર કાલરીયા, ખીરસરાના અગ્રણી જયેન્દ્રસિંહ જાડેજા, કિશોરસિંહ ઝાલા, જાણીતા હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા, ખીમજીભાઈ સાગઠિયા, મોહનભાઈ દાફડા, માવજીભાઈ સાગઠિયા, રઘુવીરસિંહ, ઉદયભાઈ, દેવશીભાઈ, મુકેશભાઈ રામ ક્ધટ્રકશનવાળા, સંજયભાઈ વાણીયા, પીસીસી બ્રીજરાજસિંહ, નાનજીભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહેલ અને ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ જણાવેલ કે આ રોડ બનતા આજુબાજુના ગામ દેવગામ, રાતૈયા, ખીરસરા, છાપરા તેમજ તાલુકા મથકેથી મેટોડા જીઆઈડીસીમાં જવા માટે આ રોડથી રન ઘટશે.હાઈવે ટ્રાફિક ઓછો થશે જેથી અકસ્માતનું પ્રમાણ પણ ઘટી જશે. શ્રમિકો માટે આ રસ્તો ખુબ ઉપયોગી બનશે.