વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર રચવાના આરોપમાં પોલીસે મોહમ્મદ રફીક નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસે 1998માં કોઈમ્બતુરમાં થયેલાં બ્લાસ્ટના દોષિત મોહમ્મદ રફીકને 15 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. મોહમ્મદ રફીક પર તામિલનાડુના બિઝેનેસમેન પ્રકાશ નામના શખ્સની સાથે ટેલિફોન પર વાતચીતમાં પીએમ મોદીને મારવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે.
ઓડિયો રેકોર્ડ વાયરલ થતાં ષડયંત્ર બહાર આવ્યું
કોઇમ્બતુર પોલીસે એવા સમયે રફીકની ધરપકડ કરી છે, જ્યારે એક ટેલિફોનિક વાતચીતનો ઓડિયો રેકોર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ આડિયોમાં કથિત રીતે વડાપ્રધાન મોદીને મારવાની યોજના બનાવવાનું ષડયંત્ર સાંભળી શકાય છે.
1998 બ્લાસ્ટના દોષિતે PMને મારવાનું રચ્યું હતું ષડયંત્ર
પોલીસે કહ્યું કે, સોશિયલ મીડિયા પર PM મોદીની હત્યાનું ષડયંત્ર રચવા અંગેનો ઓડિયો વાયરલ થયાં બાદ તેઓએ 1998 બ્લાસ્ટ કેસમાં પોતાની સજા કાપી ચુકેલા મોહમ્મદ રફીકની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે વાતચીત મુખ્યરૂપે ગાડીઓ માટે પૈસા સંબંધિત હતો પરંતુ અચાનક બ્લાસ્ટ મામલામાં દોષિત રહેલાં શખ્સને એવું કહેતા સાંભળવામાં આવ્યો કે, “અમે PM મોદીને ખતમ કરવાની યોજના બનાવી લીધી છે. જ્યારે 1998માં લાલકૃષ્ણ અડવાણી કોઇમ્બતુર શહેરની યાત્રા પર હતા ત્યારે અમે જ બોંબ ફીટ કર્યો હતો.”1998માં કોઇમ્બતુરમાં સીરિયલ બોંબ બ્લાસ્ટ થયા હતા જેમાં લગભગ 58 લોકોનાં મોત નિપજ્યા હતા જ્યારે કરોડોની સંપત્તિનું નુકસાન થયું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com