લાખો લોકો કોઇ પણ રમતને તેની હાર અથવા જીતથી યાદ રાખતાહોય છે પરંતુ ફુટબોલનો એક વર્લ્ડકપ એવો હતો જેને લોકોએ હારજીતથી નહીં પરંતુ એક અજીત ઘટનાથી યાદ રાખ્યો છે. જી…હા… અહીં વાત થાય છે. ૧૯૬૬, ૨૦ માર્ચનો દિવસે જે ફુટબોલ વર્લ્ડ કપના ઇતિહાસમાં ટ્રોફી ચોરી થવાનાં કારણે સૂચિત થયો છે. ફુટબોલ વર્લ્ડ કપની પહેલા જ્યાં ટ્રોફીને લંડનના વેસ્ટ મિનિસ્ટરનાં સેંન્ટ્રલ હોલમાં રાખવામાં આી હતી. ત્યારે કોઇએ વિચાર્યુ પણ નહિં હોય કે તેની ચોરી થઇ શકશે. ટ્રોફીને હોલમાં પ્રદર્શન માટે રાખવામાં આવી હતી. એમાં એવું થયું હતું કે ટ્રોફીને હોલમાં રાખી બધા પૂજા કરવા હોલનાં બીજા ભાગમાં ગયા હતા. જ્યારે પ્રાર્થના કરી પાછા આવ્યા ત્યારે આશ્ર્ચર્ય અને હેરાનગતી સાથે જોઇ રહ્યા કે ટ્રોફી હોલમાંથી ગાયબ હતી. આ ટ્રોફીને કોણે ગાયબ કરી તે આજે પણ એક અકબંધ રહસ્ય છે. હોલમાં તે સમયે હાજર છે એક વ્યક્તિ પર શંકા જરુર કરાઇ પણ એ સાબિત નહોતું થયું તેણે જ ટ્રોફિ ગાયબ કરી છે. આ ટ્રોફી ઉપર બ્રાઝીલએ આઠ વર્ષથી કબ્જો જમાવ્યો હતો. મેચની પહેલાં બ્રાઝિલએ ટ્રોફી ઇન્ટરનેશનલ ફુટબોલ ફેડરેશન એશોસિએશન સોંપી હતી. એટલેએ જવાબદારી એશોસિએશનની હતી. હજારોની સંખ્યામાં ત્યાં ભીડ જમા હતી અને એવી ભીડવાળી જગ્યાએથી ટ્રોફી ગાયબ થઇ ગઇ અને કોઇને ખબર પણ ન રહી….?
જેની શોધ કરવામાં પોલીસ પણ નિષ્ફળ રહી છે. ત્યારે એક પાલતુ કૂતરાને તેને ગોતી કાઢી હતી. એક સવારે કુતરો પોતાના માલિક સાથે ફરવા નીકળ્યો હતો. ત્યારે તેણે એ ટ્રોફી ગોતી હતી. એ ફુટબોલ વર્લ્ડ કપ ખાવાની એક કાગળમાં વિંટળએલી મળી આવી હતી. જે કાંઇએ વીંટીને ફેંકી દીધી હોય તેમ પડી હતી. પરંતુ આજ સુધી તેને ગાયબ કરી કચરામાં ફેકવાવાળાની ભાળ નથી મળી તો વીચારવું રહ્યું કે તે ચોર કેટલો ચબરાક હશે….જેણે આવી હિંમત કરી અને હજુ સુધી પકડાયો નથી….!