લીંબડી નેશનલ હાઇવે પર ઐતીહાસિક છાલીયા તળાવ સામેથી ચાંદીના સિક્કા મળી આવ્યાની વાત વહેતી થતા લોકોએ સિક્કા લેવા માટે દોડધામ મચાવી હતી. કાર રસ્તાની બાજુમાં ઉતરી ગયા બાદ જેસીબીથી બહાર કાઢતા સમયે સિક્કા મળ્યાની વિગતો ફોટા સાથે સોશિયલ મીડીયામાં વાયરલ થયા હતા. ફોટામાં જણાતા સિક્કા મુઘલ સમયના હોવાનું મનાય છે.

લીંબડી હાઇવે પર ચાંદીના સિક્કા મળ્યા હોવાના સમાચાર મળતાની સાથે લોકોના ટોળા ત્યાં પહોંચી ગયા હતા. અને સિક્કા શોધવા માટે ખોદકામ કરી અંદાજે ત્રણ ફૂટ જેટલી જમીન ખોદી નાંખી હતી.

ફસાયેલી કારને જેસીબીની મદદથી બહાર કાઢતા સમયે સિક્કા મળ્યા હોવાનું કહેવામાં આવે છે. પરંતુ કાર ચાલક અને જેસીબીના ડ્રાઇવરનો કોઇ પત્તો નથી. ખોદકામ કરીને કોણ કેટલા સિક્કા લઇ ગયા તે જાહેર થાય તો સિક્કા પાછા લઇ લે અને કાર્યવાહી થાય તેના ડરથી કોઇ કાંઇ કહેવા માંગતુ નથી. પરંતુ ચાંદીના સિક્કાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સિક્કા પર શાહજહાનાબાદ લખ્યુ છે. તે ૧૭મી સદીમાં દિલ્હીનું નામ હતું. -અઝીઝખાન મલેક, સિક્કા સંગ્રહકર્તા ઐતિહાસિક લીમડીના છાલિયા તળાવ સામે બનેલી ઘટના : સિક્કા લેવા સ્થાનિકો દોડી ગયા સિક્કા પર ઉર્દૂમાં લખાણ સિક્કાની જાણ થતાં સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.