ભારત, ચીન અને જાપાનના નેતૃત્વમાં વિશ્વના સૌથી મોટા ટ્રેડીંગ બ્લોકનું નિર્માણ થશે: સાઉથ કોરીયા, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ સહિતના દેશો પણ ઈકોનોમીક પાર્ટનરશીપમાં જોડાશે
વેપારના વિશ્ર્વ યુદ્ધમાં જગત જમાદાર અમેરિકાને હંફાવવા માટે ચીન, જાપાન અને ભારત સહિતના વિશ્વના કુલ ૧૬ દેશોએ હાથ મિલાવ્યા છે. તાજેતરમાં ટોકીયો ખાતે એશિયાના ટ્રેડ મીનીસ્ટરોની એક બેઠક થઈ હતી. જેમાં વિશ્વનો સૌથી મોટો ટ્રેડીંગ બ્લોક બનાવવા ૧૬ દેશો વચ્ચે ચર્ચા થઈ હતી.
અમેરિકા હાલ ભારત-ચીન અને જાપાન સહિતના દેશોના ઉત્પાદનો ઉપર ટેરીફ ઝીકી રહ્યું છે. આ ઉપરાંત પોતાનો ર્સ્વાથ ખાટવા માટે ઈરાન પાસેથી તેલ ન ખરીદવા ભારત ઉપર દબાણ મુકી રહ્યું છે. ઈરાન સાથે સંબંધો વિકસાવી અમેરિકાએ પોતાનો ફાયદો જોઈ લીધા બાદ પ્રતિબંધો મુકવાનું શરૂ કર્યું છે. ભારતે અબજો રૂપિયાના ખર્ચે ઈરાનમાં ચાબહાર પોર્ટ વિકસાવવાનો નિર્ણય લીધો હતો. જો કે, હવે અમેરિકાએ ભારત સહિતના દેશો ઉપર ઈરાન સાથે સંબંધ ન રાખવા દબાણ કર્યું છે. જેથી ભારતને અબજોનું નુકશાન સહન કરવું પડે તેવી પરિસ્થિતી ઉભી થઈ છે.
અમેરિકાની આ દાદાગીરી સામે ચીન, જાપાન, કોરીયા, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ સહિતના દેશોએ હાથ મિલાવ્યો છે. સિદ્ધી કે અડકતરી રીતે અમેરિકા કોઈ પણ દબાણ ન લાવી શકે તેવી સ્થિતિ ઉભી કરવા પ્રયાસ થઈ રહ્યો છે. વિશ્વનો સૌથી મોટો ટ્રેડીંગ બ્લોક વિકસાવવા સાઉથ ઈસ્ટ એશીયાના ૧૦ દેશોનો સૌથી મોટો ફાળો રહેશે. આ ટ્રેડ બ્લોકને વિકસાવવામાં અમેરિકાની બાદબાકી કરવામાં આવી છે. પરિણામે અમેરિકા દબાણ લાવી શકે નહીં.
ગઈકાલે જાપાનના ટ્રેડ મીનીસ્ટરે સંયુકત પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, વિશ્ર્વમાં બચાવ કરવા માટે જૂબંધીનો ટ્રેડ શરૂ થયો છે. માટે એશિયાના દેશો પણ મુકત વેપારમાં પોતાનો બચાવ કરી શકે તેવા હેતુી નવું એગ્રીમેન્ટ બનાવવામાં આવ્યું છે. જેને ચાલુ વર્ષના અંત સુધીમાં પારીત કરવામાં આવશે. આ મામલે સીંગાપુરના ટ્રેડ મીનીસ્ટરે કહ્યું હતું કે, ગ્લોબલ ટ્રેડીંગ સીસ્ટમમાં આજની તારીખે ખૂબ મોટી ચેલેન્જ ઉભી થઈ છે. હવે નવી રિઝનલ કોન્પ્રેન્હેન્સીવ ઈકોનોમીક પાર્ટનરશીપી અમેરિકા ઉપર દબાણ થશે.