સાબરમતિ આશ્રમ, ગાંધી સંસ્થાઓના પુન: નિર્માણ અને વિકાસના કામોને બીજી ઓકટોબરે લોન્ચ કરાશે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતિ આવી રહી છે. માટે ગુજરાત સરકારે બીજી ઓકટોબરના રોજ અનેક વિકાસના કામોને લોન્ચ કરશે જે ઓકટોબર ૨૦૨૦ સુધી કાર્યરત રહેશે. આગામી તારીખ ર ના રોજ મુખ્યમંત્રી વિજય ‚પાણી સહીત ૧૧૩ રાષ્ટ્રીય કમીટીના સભ્યો મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી અંગે પોતાની પૂર્વ તૈયારીનો નમુનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજુ કરશે. આ કમીટમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહીત તમામ રાજયોના મુખ્યમંત્રી હાજરી આપશે.
ગુજરાતે ટુરિઝમને ડેવલોપ કરવાની યોજના બનાવી છે. યુનિયન ગર્વમમેન્ટે પહેલાથી જ રૂ ૧૫૦ કરોડની તૈયારી રાજય માટે કરી રાખી છે. જેમાંથી રપ કરોડના ખર્ચે સાબરમતી આશ્રમનું પુન:નિમાર્ણ થશે એક વરિષ્ઠ સરકારી અધિકારીઓ જણાવ્યું હતું કે ગુજરાત મહાત્મા ગાંધીજીનું ઘર છે. અને ગુજરાતમાં અનેક ગાંધી સંસ્થાનો છે માટે રાજયમાં સૌથી મોટી ઉજવણી થવી જોઇએ જેમાં તમામ સરકારી વિભાગ હાજર રહે. રાજય સરકારે ગાંધી સંસ્થાઓ તેમજ સાબરમતિ આશ્રમના વિકાસ માટે પ્રયત્નો કરવા જોઇએ સરકાર ગાંધી સંસ્થાઓમાં અમદાવાદમાં આખા વર્ષ માટેનું રંગેચંગે ઉજવણી ગોઠવી શકે છે. અમદાવાદ દાંડી રૂટ જેવા ઐતિહાસિક વિકાસના કામો પુરા થવાની આશા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com