નજીકના સગા દ્વારા ભોગ બનેલી પીડિતા અને તેના બાળકની હાલત ગંભીર
ગુજરાતના પોરબંદરના દરીયા કિનારે એક અજીબ ઘટના બની દરિયા કિનારે ૧૫ વર્ષીય તણીને પ્રસુતિપીડા ઉપડતા બીચ ઉપર જ બાળકોને જન્મ આપ્યો છે. બાળકના જન્મ બાદ તરુણી મને તેના બાળકની હાલત નાજુક છે.
આ પીડીતા પર તેના નજીકના સગા દ્વારા વારંવાર બળાત્કાર ગુજરવામાં આવ્યો હતો જેને પગલે પીડીતા ગર્ભવતી થઇ હતી અને તેણે દરિયા કિનારે બાળકને જન્મ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ૧પ વર્ષીય પીડીતા પર વારંવાર બળાત્કાર ગુજરતા ભાઇને પોલીસે ઝડપી લીધો છે.
આ અંગે પોલીસે જણાવ્યું કે ૧પ વર્ષીય પીડીતા બીચ ઉપર રિલેકસ થવા માટે ગઇ હતી અને તેને બાથરુમ જવું હતુ જો કે બીચ ઉપર બાથરુમની વ્યવસ્થા ન હતી અને ત્યાં જ તેને અચાનક લેબ પેઇન થયું અને તેણે બીચ પર જ બાળકને જન્મ આપ્યાો. દિકરીની આવી નાજુક હાલત જોઇ પોતાએ તુરંત જ એમ્બ્યુલન્સ બોલાવી અને પોરબંદર હોસ્પિટલમાં દાખલ કરી હાલ પીડીતા અને તેના બાળકની હાલત ખુબ જ નાજુક છે.
વધુમાં પોલીસે જણાવ્યું કે, અમદાવાદનો આ પરિવાર મજુરી કામ કરી ભરણપોષણ કરે છે અને પીડીતાને તેના નજીકના ભાઇ દ્વારા લલચાવી ફોસલાવી સંબંધ બાંધવા મજબુર કરવામાં આવી અને વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો જો કે પીડીતા ગર્ભવતી થઇ જતા યુવક પીડીતાને લઇ ભાગી ગયો. દિકરી ઘરેથી લાપતા થતા તેના પતિએ તેની શોધખોળ શરુ કરી પીડીતા તેના ભત્રીજાના ઘરે ગાંધીધામથી મળી જો કે તે સમયે યુવક ભાગી ગયો હતો.
પીડીતા અને તેના પિતા કોઇ અંગત કારણોસર પોરબંદર આવ્યા હતા અને ત્યાં જ પીડીતાએ બીચ પર બાળકને જન્મ આપ્યો. પોરબંદર સીટી પોલીસે એફએસએલને કામે લગાડી દીધી છે. માતા અને બાળકના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. બંન્નેની હાલત અતિગંભીર છે આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.