વૈસ્વિક સ્તરે અન્ય દેશોની સરખામણીમાં ભારતનું બુદ્ધિધન અવલ
અબતક, નવીદિલ્હી
કર હર મેદાન ફતેહ ….આ ઉક્તિને ખરા અર્થમાં ભારતીય મૂળના લોકોએ સાર્થક કરી છે. વિશ્વની ૧૫ જેટલી ટેકનોલોજી કંપની નું સંચાલન ભારતીય મૂળના લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે જે સ્પષ્ટ ચિત્ર સામે આવે છે કે ભારત અને બુદ્ધિ ધન અન્ય વિશ્વના દેશોની સરખામણીમાં અવલ છે. એક તરફ ભારત ડિજિટલ તરફ આગળ વધી રહ્યું છે તો બીજી તરફ ભારતનું બુદ્ધિધન વધુને વધુ પ્રમાણમાં પોતાનું જે કૌશલ્ય છે એને ઉજાગર કરતું નજરે પડે છે પરિણામે વિશ્વની 15 થી વધુ ટેકનોલોજી કંપની માં ભારતીય મૂળના લોકો સંપૂર્ણ સંચાલન કરી રહ્યું છે.
ભારતીય મૂળના લોકો માટે ખૂબ જ ગૌરવની વાત છે કે તેઓએ અમેરિકા ખાતે આવેલી સિલિકોન વેલી ને પોતાના કૌશલ્ય થકી પ્રભુત્વ ઊભું કર્યું છે જેને ધ્યાને લઇ ભારત સરકારે માઇક્રોસોફટના ચેરમેન અને સીઈઓની સાથોસાથ આલ્ફાબેટ અને ગૂગલના સીઇઓ અને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. સત્ય નંદેલા ( સીઈઓ, માઈક્રોસોફ્ટ ), શાંતનુ નારાયણ ( સીઈઓ એડોબ ) , અરવિંદ ક્રિષ્ના ( સીઈઓ, આઈબીએમ ), નિકેશ અરોરા ( સીઈઓ, પાલો અલ્ટો નેટવર્ક ) , અંજલિ સુદ ( સીઈઓ, વિમીઓ ), સંજય મેહરોત્રા ( સીઈઓ, માઇક્રોન ટેકનોલોજી ), રેવાથી અદ્વૈથી ( સીઈઓ, ફ્લેક્સ ) , જોર્જ કુરિયન ( સીઈઓ, નેટએપ ) , સમીર કપુરીયા ( પ્રેસિડેન્ટ, નોર્ટન લાઈફ લોક ), અમન ભુટાની ( સીઈઓ, ગોડેડી ) , અનિરુદ્ધ દેવગણ ( પ્રેસિડેન્ટ, કેડેન્સ ડિઝાઇન ) , શિવા સિવરામ ( પ્રેસિડેન્ટ, વેસ્ટર્ન ડિજિટલ ) ,રઘુ રઘુરામ ( સીઈઓ, વીએમવેર ) સહિતના ભારતીય મૂળના લોકો વૈશ્વિક ફલક ઉપર ટેકનોલોજી કંપનીનું સંચાલન સુચારુ રૂપથી કરી રહ્યા છે.
હાલના સમયે ટેકનોલોજીનું મહત્વ ખૂબ જ અનેરું છે અને દરેક ક્ષેત્રે ટેકનોલોજી નું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે આ તકે ભારતીય મૂળના લોકો જે રીતે કંપનીનું સંચાલન કરી વૈશ્વિક ફલક ઉપર પોતાના કૌશલ્યની છબી ઉભી કરી છે તેનાથી ભારત દેશનું ગૌરવ વધ્યું છે. વિશ્વની છે 15 નામાંકિત ટેકનોલોજી કંપની માં જે ભારતીય મૂળના લોકો કરી રહ્યા છે તેઓ તેમના ક્ષેત્રમાં ઉજ્વળ પ્રદર્શન પણ દાખવ્યું છે એટલું જ નહીં સરકાર તરફથી તેઓને અનેકવિધ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવેલા છે. આગામી સમયમાં પણ ટેકનોલોજી કંપની અને ટેક્નોલોજી ક્ષેત્રે ભારતનું આધિપત્ય સામે આવ્યું છે. એટલુંજ નહીં આ ક્ષેત્રે જે લોકો કાર્ય કરી રહ્યા છે તેમને ધ્યાને લઇ નવ યુવાનો અને વિદ્યાર્થીઓ પણ ટેકનોલોજી ક્ષેત્રમાં પોતાનું ઉજ્જવળ ભવિષ્ય માટે સતત મહેનત કરતા નજરે પડે છે. આ દરેક કંપનીમાં જે રીતે વિદેશી લોકો સંચાલન કરતાં હતાં તેની સરખામણીમાં ભારતીય મૂળના લોકો દ્વારા જે રીતે સંચાલન કરવામાં આવી રહ્યું હતું તેને ધ્યાને લઇ કંપનીનો વિકાસ પણ ખૂબ વધુ થયો છે.