ભુજ: છેવાડાના દરેક માનવી સુધી સરકારની યોજના પહોંચી શકે તે માટે વિકસિત ભારતના સ્વપ્નદષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી હતી. ત્યારે હાલ રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ભુજ ખાતે 14માં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન જનકસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. ત્યારે કાર્યક્રમ અંગે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજય સરકાર બંને ગરીબોના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે. જેના પરિણામ સ્વરૂપ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લોકોને સ્વરોજગાર, આરોગ્ય, મકાન સહિતના અનેક હેતુ માટે સાધન-સહાય તથા આર્થિક સહાય આપવામાં આવી રહી છે. જે અનાતાર્ગત યોજતેલા મેળામાં 10 તાલુકાના 47, 459 લાભાર્થીઓને 11 વિભાગની રૂ.89,79,17,403.8 રકમની સહાય રાજય સરકારના પારદર્શક વહીવટ થકી સીધા જ લાભાર્થી સુધી પહોચાડવામાં આવશે. વડાપ્રધાનની રાહબરી

આ ઉપરાંત આ અવસરે બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજયકક્ષાના યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ ઉપસ્થિતોએ નીહાળ્યું હતું. તેમજ ત્યાર બાદ કાર્યક્રમમાં લાભાર્થીઓને મહેમાનોના હસ્તે સાધન-સહાય તથા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તેમજ ભુજ ટાઉનહોલ ખાતે ગરીબ કલ્યાણ મેળાના સ્થળે 21 જેટલા સ્ટોલ મારફતે લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવ્યો હતો. તેમજ સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ ઉપસ્થિત લાભાર્થીઓએ સફાઇનો સંદેશો આપતી સ્વચ્છતા સેલ્ફી લીધી હતી. આ સાથે સ્ટેજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લઇ લાભાર્થીઓને મળીને રૂબરૂમાં લાભોનું વિતરણ પણ કર્યું હતું.

આ સાથે આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માલતી મહેશ્વરી, અનિરુધ્ધ દવે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મનીષા વેલાણી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી, ભુજ પાલિકા પ્રમુખ રશ્મિ સોલંકી, કલેકટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર મિતેશ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, પ્રાંત અધિકારી અનિલ જાદવ  સહિતના અધિકારીઓ, પધાધિકારીઓ સહીત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

નવીનગીરી ગોસ્વામી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.