રાષ્ટ્રસંત પૂજય નમ્રમૂનિ મહારાજ સાહેબના સાંનિધ્યે વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ પાવનધામમાં પ્રાંગણે ભવ્યતા અને દિવ્યતા પૂર્વક ભગવાન મહાવીરના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. દિવ્ય અવસરને ભાવિકોએ નૃત્યગાનની ભકિત કિર્તનો સાથે જન્મોત્સવનાં ભવ્ય વધામણા કર્યા હતા. આ પાવન પ્રસંગે માતા ત્રિશલાદેવીને આવેલા ૧૪ સ્વપ્નોની રજવાડી વણઝારનાં દિવ્ય દર્શને ઉદાર દિલ ભાવિકો સાડા ત્રણ કરોડનું અનુદાન આપીને મનમૂકીને વરસ્યા હતા. હજારો ગરીબ પરિવારોને મિષ્ટ અન્ન પીરસાયું હતુ અને પીંજારામાં પૂરાયેલા ૨ હજાર પક્ષીઓને ગગનમાં છોડવામાં આવ્યા હતા. પાંચમા દિવસનાં સંઘપતિ ઉર્મિલાબેન સુરેશભાઈ શાહ પરિવારના ચિંતનભાઈ શાહ દ્વારા અત્યંત અહોભાવ પૂર્વક કરવામાં આવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
- વર્ષ 2025 બોલિવૂડ ફિલ્મ લવર્સ માટે સ્પેશિયલ….
- મોરબી: સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પ્રથમ પ્રાંત સંમેલન યોજાયું
- સુરત: ચાલતા ટેમ્પોમાંથી તેલના ડબ્બાની ચોરી, વિડીયો વાયરલ
- ધોરાજી: જુના ઉપલેટા રોડ તરફનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાના આક્ષેપો
- મહાકુંભ પહેલા પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, બ્રિજ ટાવર ધરાશાયી થતાં અનેક કામદારો ગંભીર રીતે ઘાયલ
- ધ્રાંગધ્રા: સંત હોસ્પિટલમાં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો
- BZ કૌભાંડનો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર