૧૦૦૦ બ્રાંચ શરૂ કરવાનો લક્ષ્યાંક: રાજનભાઈ
રાજન વેફર્સ અને નમકીનની નવી ૧૩મી બ્રાન્ચનો શુભારંભ નાણાવટી ચોક પાસે થયો છે. જેનું ઉદઘાટન ગઈકાલે કરવામાં આવ્યું હતું. રાજકોટમાં રાજન વેફર્સ અને નમકીને પોતાનું આગવું નામ કર્યું છે. રાજન વેફર્સએ સૌપ્રથમ ૧૯૯૯માં પોતાની પ્રથમ બ્રાંચની સ્થાપના કરી હતી ત્યારબાદ ધીમે ધીમે તેઓ રાજકોટમાં અલગ અંદાજથી વેફર્સ અને નમકીનની પ્રોડકટસનું વેચાણ કરે છે.
રાજન વેફર્સ અને નમકીન સોયા સ્ટીક, ચકરી, ક્રેઝી એન્જલ્સ, સાગોબોલ, રતલામી સેવ, ચેવડો, શીંગ ભજીયા, ભાવનગરી ગાંઠીયા જેવી અનેક પ્રોડકટસ બનાવે છે. ગઈકાલે રાજન વેફર્સ અને નમકિનની ૧૩મી બ્રાંચનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે રાજન વેફર્સના ઓનર રાજનભાઈએ જણાવ્યું હતું કે, દીવસેને દીવસે રાજન વેફર્સ પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે અમારો ટાર્ગેટ ૧૦૦૦ બ્રાંચ કરવાનો છે. આ વખતે ખાસ અમે ટોમેટો સ્ટીક, ચીઝ સ્ટીક, સોલ્ટી પોટેટો ચીપ્સ, કેળાની વેફર્સ, કઠોળ અને સ્પેશ્યલ ખાખરા લઈને આવ્યા છીએ.