રાહુલ ગાંધી ત્રણ વર્ષથી ટવીટર શિખેલા, ત્યારે વડાપ્રધાન મોદીને સૌથી વધુ ફોલોવર્સ
‘દેર આયે દુરસ્ત આયે’ અંતે કોંગ્રેસને ડિજીટલ માધ્યમોની ક્ષમતા પર વિશ્વાસ આવી જ ગયો છે. આગામી ચૂંટણી લક્ષી રણનીતિ માટેકોંગ્રેસના વરિષ્ઠ લિડર તેમજ હાલના વડા રાહુલ ગાંધી સહિતના કાર્યકરો ડિજીટાઈઝેશનનો ઉપયોગ કરવા પ્રેરાયા છે. રાહુલે સોશિયલ મીડિયાની વ્યૂહરચના બનાવી તેની વડાપ્રધાન મોદીના ડિજીટલ ઈન્ડિયા સાથે જોડાવાની નવી રણનીતિ બનાવી છે. ટવીટર પર બહૂચર્ચીત હસ્તીઓમાં નરેન્દ્ર મોદીએ સૌથી વધુ ફોલોર્વસ ધરાવી સ્થાન મેળવ્યું છે. ત્યારે ૧૩૨ વર્ષ જૂની કોંગ્રેસ પણ ડિજીટલ ‘વાઘા’ ધારણ કરવા તરફ દોડી રહી છે.
વર્ષ ૨૦૧૨માં કોંગ્રેસમાં જોડાયેલા કન્નડ અભિનેતા રામ્યાને આવકવેરા સહિત સોશિયલ મીડીયાની જવાબદારીઓ પણ સોપાઈ છે. જોકે રાહુલ ગાંધી સતત ટવીટર પર એકટીવ રહી મોદી સરકારને પછાડવા પ્રયત્નો કરે છે. ત્યારે કોંગ્રેસ ડીજીટલ ટીમને વધુ સર્જનાત્મક બનાવવા તરફ ધકેલ્યું છે. ઉપ્સ !!! તો હવે ૧૩૨ વર્ષ જૂની કોંગ્રેસને ડિજીટલ ચસ્કો લાગ્યો છે. જોકે રાહુલ ગાંધી ૩ જ વર્ષથી ટવીટર વાપરતા થયા છે. તો વડાપ્રધાન મોદી સૌથી વધુ ફોલોવર્સ ધરાવે છે. પરંતુ ટવીટર પર રાહુલ ગાંધી અવાર નવાર ટ્રોલ થતા સામે આવ્યા છે.
સોશિયલ મીડીયા ખૂબજ અસરકારક છે. પરંતુ રાહુલબાબા !!! માટે જ તમારા ટવીટસ આટલા હોબાળે ચડે છે. કોંગ્રેસે પોતાનું અસ્તિત્વ બનાવી રાખવા દરેક મહત્વાકાંક્ષી પહેબુઓની સાવચેતી રાખવાની નીતિ બનાવી છે. ત્યારે ભાજપનું સોશિયલ મીડીયા હાલમાં સૌથી વધુ સક્રિય અને સફળ ચાલી રહ્યું છે. ભાજપે સોશિયલ મીડીયાની અહેમીયત પહેલાથી જ ઓળખીને ખાસ સોફટવેર બનાવડાવ્યા છે ત્યારે કોંગ્રેસ હવે ડિજીટલ સ્પર્ધા વધારવા તખ્તો તૈયાર કરી રહ્યું છે.