- ખામનાથ મંદિરેથી શિવ પરિવારની પાલખીયાત્રામાં પ્રાચીન સંસ્કૃતિની પડે છે અનોખી ભાત
- જામખંભાળીયામાં શિવરાત્રીની ઉજવણી 100 વર્ષથી અવિરત થાય છે. ખામનાથ મંદિરેથી નીકળતી શિવ પરિવારની શોભાયાત્રાનું અનન્ય મહત્વ છે.
ખંભાળિયા મા સવાસો વષેથી વધુ સમય પૂવે નિકળતી શિવ શોભાયાત્રા માટે નિશ્ચિત કરવામાં આવેલા કેટલાક નિયમો ના પાલન ના કારણે સવાસો વષે બાદ પણ પ્રાચીન સકૃતિ નું મોડલ બની રહેવા સાથે વિશિષ્ટ ભાત પાડે છે
રાજાશાહી ના સમય મા સવાસો વષેથી અધિક સમય થી નિર્માણ થયેલ ખામનાથ મહાદેવ મંદિર દવારા આ શોભાયાત્રા કાઢવામાં આવે છે વચ્ચે રાખવામાં આવતી પાલખી અને એમા બિરાજતાં શિવ પરિવાર એટલે કે ભગવાનની પવિત્રતા જાળવવા કેટલાક આકરા નિયમો નિશ્ચિત કરવામાં આવ્યા હતા.
દોઢ થી સવા બે ફૂટ ઉંચી અને ત્રણેક ફૂટની પહોળાઈ સાથે શિવ પાવેતી તથા ગણેશજીની પ્રતિમાઓ નકોર ચાંદીથી બનાવવામાં આવી છે અને એ સાથેની પાલખી સહિત અંદાજે વીસેક મણ જેટલો વજન થાય છે પરંતું આ પાલખીને ઉંચકીને પરિભૃમણ કરવા માટે આ મુજબના ચોકકસ નિયમોએ વખતે નકિક કરવામા આવ્યા હતા, આ પાલખી લોકો ઉંચકી શકતા નથી આ અધિકાર એવા બાહમણો ને આપવામાં આવ્યો છે કે તેમણે પગ મા ચંપલ પહેયાઁ નહોય વસ્ત્રમા પિતાંબર અને લલાટમા તિલક કયું હોય અન્યથા આ સિવાય બાહમણો પણ પાલખી ઉંચકી શકે નહિં
પરાકાષ્ઠા છતા બાહમણો એ તેઓને મળેલ વિશેષ અધિકાર બરકરાર રાખવા અને યાત્રા ની ગરિમા જાળવવા કોઈ પણ જાતની બાંધ છોડ કરી નથી સવાસો વષ ષે પછી પણ ભૂદેવો ની ધગ્સના કારણે ખંભાલીયા ના આ શિવશોભા યાત્રા અન્ય થી કાંઈક વિશેષ ભાત પાડે છે અને સંસ્કૃતિની છડી પોકારતી હોવાનુ તાદ્રશ્ય થાય છે.