રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા સાતમા દિવસે મહિલા શિક્ષણ દિવસની ઉજવણીના ભાગ રૂપે ૧૮૧ ટીમના કાઉન્સિલર અરુણા કોલડિયા અને મહિલા પો.કો. ઉજાલા ખાણીયા એ જૂનાગઢ તાલુકાના મજેવડી ગામ અને ઇવનગર ગામની મહિલાઓને વેબિનારના માધ્યમથી જોડી, રાજ્યના મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયા અને રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલબેન દેસાઈ દ્વારા મહિલાઓ શિક્ષણ દ્વારા અગ્રેસર કરે તેમજ સામાજિક, વ્યાવસાયિક વગેરે ક્ષેત્રે આગળ વધવા શિક્ષણનું મહત્વ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ, સાથે સાથે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન સેવા ગુજરાતની મહિલાઓ માટે આશીર્વાદ રૂપ ગણાવી મહિલા હેલ્પ લાઈન સેવાના કાઉન્સિલરોની કામગીરીને બિરદાવી હતી વેબિનાર પૂર્ણ થયા બાદ ૧૮૧ ટીમ દ્વારા મહિલાઓને ૧૮૧ સેવા વિષે અને અન્ય મહિલાલક્ષી સેવાઓથી માહિતગાર કરાયા હતા.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ઇષ્ટદેવની આરાધનાથી લાભ થાય, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, શુભ દિન.
- શું તમારું બાળક ચીડચીડુ થઈ ગયું છે??
- ગરમીમાં ઠંડક આપતું આ સ્થળ જેના વિશે જાણીને પણ ઠંડક વળશે..!
- પ્રાંત કચેરી નલિયા ખાતે સંકલન બેઠક…
- પ્રશ્નાવાડા ગામે ભાવસિંગ જાદવે કર્યો એક પુરક વ્યવસાય!!!
- આવા પણ મહેમાન હોય ..!
- કાફે ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી???