તાલુકા મામલતદાર સુમરાએ પોલીસ કાફલાને સાથે રાખી ખરાબાને ફરતે કરાયેલ દીવાલ તોડી પાડી
મોરબીના રવાપર ગામે ૧૨ વીઘાના સરકારી ખરાબામાં વિવાદાસ્પદ ધર્મસ્થળ માટે કરવામાં આવેલું દબાણ તાલુકા મામલતદાર સુમરાએ ખુલ્લું કરાવ્યું હતું. મામલતદારે પોલીસ સ્ટાફને સાથે રાખી ખરાબાને ફરતેની દીવાલ તોડી પાડી હતી.
મોરબી તાલુકાના રવાપર ગામે આવેલી સરકારી ખરાબાની ૧૨ વીઘા જેટલી જમીન પર અમુક ઈસમો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. તાલુકા મામલતદાર સુમરાએ પોલીસના કાફલા સાથે આ દબાણને ફરતી કરવામાં આવેલી દીવાલ જેસીબી મારફત તોડી પાડી હતી.
તાલુકા મામલતદાર સુમરાએ રવાપર ગામમાં ૧૨ વીઘા સરકારી જમીન પર કરવામાં આવેલ દબાણ ખુલ્લું કરાવ્યું હતું. જેને પગલે સમગ્ર તાલુકામાં સરકારી જમીન પર પેશકદમી કરનાર ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com