૧પ ફેબ્રુઆરીએ યોજનાર આ સમુલ લ્ગનમાં ૬૪ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાશે: આગેવાનો ‘અબતક’નાં આંગણે
નિકાવા ગામે છેલ્લા દશ વર્ષથી ભરવાડ સમાજના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, આ આયોજન સમસ્ત ભરવાડ સમાજના મચ્છોભાઇ સમુહ લગ્ન સમીતી કરે છે. કાલાવડ તાલુકા ઉપરાંત પણ બીજા તાલુકાઓની ભરવાડ સમાજની દીકરીઓનો સમાવેશ કરવામાં આવે છે.
ભરવડા સમાજના અગીયારમાં સમુહ લગ્ન આગામી તા. ૧પ ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેમાં ૬૪ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડવા જઇ રહ્યા છે. આ પ્રસંગે ભવ્યથી ભવ્યતાથી નવદંપતિ સત્કાર સમારોહની સાથો સાથ સંતો મહંતોનું સ્વાગત, દાતાઓનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવેલ છે.
નિકાવા મુકામે રાજકોટ- કાલાવડ હાઇવે રોડ પાસે, ખોડીયાર માતાજીના મંદીરની પાછળ આવેલ પયરાંગણમાં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમાજ અને દાતાઓના સાથ સહયોગથી ૬૪ દિકરીઓને ઘરવખરીની જીવન જરુરી તમામ ચીજવસ્તુઓ વસ્તુઓ આપવામાં આવેલ છે.
આ લગ્નોત્સવમાં સમાજના આશરે વીશેક હજાર લોકો લાવો લેશે અને સાથો સાથે સમુહ ભોજન પણ સાથે કરશે. મચ્છોઆઇ સમુલ લગ્નના યુવા પ્રમુખ જેન્તીભાઇ ચનાભાઇ ટોયટાએ આ સમુહ લગ્નને લઇ સમાજના આગેવાનો સાથે અબતકની મુલાકાત લીધી હતી.
આ સમુહ લગ્નના કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ જેન્તીભાઇ ટોયટા, ઉપપ્રમુખ હેંમતભાઇ ગમારા, મંત્રી વિરમભાઇ ગોલતર, સહમંત્રી દાનાભાઇ ગમારા, ભોજાભાઇ ટોયટા, હેંમતભાઇ મુંધવા, મનસુખભાઇ ટોયટા પબાભાઇ ગમારા, કરશનભાઇ ટોયટા, મૈયાભાઇ ભુંડીયા, નારણભાઇ ગમારા, વિનોદભાઇ માટીયા, સામતભાઇ ગોલતર, બાબુભાઇ ગમારા, હરીભાઇ ગોમટા, લાલજીભાઇ ટોયટા, વશરામભાઇ માટીયા, હરીભાઇ લાંબરીયા જહેમત ઉઠાવી રહ્યા છે.