- સિટી કાઉન્સિલ ઓફ જેતપુર આયોજિત “સ્નેહનું વાવેતર” સમૂહ લગ્નત્સમાં જેતપુરના આંગણેથી
- સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાના સ્મરણાર્થે અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના સહયોગ થકી રવિવારે રજવાડી ઠાઠ-માઠ સાથે પરંપરાગત રીતરિવાજોની ભવ્યતા જોવા મળશે
જેતપુર સીટી કાઉન્સિલ આયોજિત 17 મી વખત સર્વજ્ઞાતિય રજવાડી સમુહ લગ્ન ઉત્સવનું અનેરૂ અને ભવ્ય “સ્નેહનું વાવેતર” સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયા સ્મરણાંથે તેમજ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ના સહયોગ થકી સમૂહ લગ્નનું તા.20 4 ને રવિવારના રોજ રજવાડી પાર્ટી પ્લોટ જુનાગઢ રોડ જેતપુર ખાતે રાખેલ છે, અબતકના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા સાથેની શુભેચ્છા મુલાકાતમાં જેતપુર ડાઇંગ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા,લલીતભાઈ રાદડિયા, પ્રવીણભાઈ ગજેરા, અરવિંદભાઈ વોરા, પ્રવીણભાઈ નંદાણીયા, વિનોદભાઈ કમુપરાએ સમગ્ર માહિતી આપી હતી સમૂહલગ્નત્સવમાં રજવાડી શૈલીમાં કરવામાં આવશે તેમજ જેમાં પરંપરાગત રીત-રિવાજો અને ભવ્યતા જોવા મળશે.સમૂહ લગ્નત્સવ થકી સામાજિક સમરસતાને પ્રોત્સાહન મળશે તેમજ સર્વે જ્ઞાતિ ની દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાય છે
જેમાં 111 દીકરીઓના લગ્ન ધામધૂમથી કરાવવામાં આવશે ,જેતપુર સિટી કાઉન્સિલ દ્વારા આયોજિત આ સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નમાં વરરાજા માટે ભવ્ય વરઘોડો પણ કાઢવામાં આવશે. વરરાજાઓને એકસાથે ભવ્ય રીતે સજ્જ કરેલા વાહનોમાં – ઘોડા પર બેસાડીને લગ્ન સ્થળે લાવવામાં આવે છે, આ ઉપરાંત ક્ધયાઓને વિવિધ કરિયાવરરૂપી ભેટ તેમના ઘરે પહોંચાડી દેવામાં આવી છે તેમજ સ્નેહનું વાવેતર સમૂહલગ્ન લગ્નઉત્સવનુ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. મોટી હવેલીના જે .જે પ્રિયાંકરાયજી , તેમજ સ્વામિનારાયણ મંદિરના મહંત નીલકંઠચરણદાસજી વચન પાઠવશે,કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા, મંત્રી રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા, કુંવરજીભાઈ બાવળીયા,ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા,ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પૂર્વ સાંસદ રમેશ ધડુક, ભરત બોઘરા, રાજકોટ જિલ્લા ભાજપ અલ્પેશ ઢોલરીયા, આરડીસી બેંકના ડિરેક્ટર લલિત રાદડિયા ખીમજીભાઈ મકવાણા,જય જગદીશ ગ્રુપના વિરજીભાઈ વેકરીયા, પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘના ચેરમેન ગોરધન ધામેલીયા, ગુજરાત રાજ્ય પૂર્વ મંત્રી જશુમતીબેન કોરાટ રાજકોટ જિલ્લા સંઘના પ્રમુખ દિનેશ ભુવા , જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સખરેલીયા જેતપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન જમન ભુવા, રાજકોટ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન ડી.કે સખીયા જેતપુર નગરપાલિકાના પ્રમુખ મેનાબેન ઉસદડિયા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી ,નિશાન ગ્રુપના શૈલેષ હિરપરા, રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, ઉદ્યોગપતિ મનસુખ વાઘાણી, વેકો પ્રિન્ટના સંજય ગજેરા જેતપુર ક્ધયા છાત્રાલયના રાજુભાઈ પટેલ, મિતલબેન રાદડિયા, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપત બોદર જુનાગઢ જિલ્લા બેંકના પ્રમુખ કિરીટ પટેલ ,રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મનસુખ ખાચરિયા, ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરી કિશન માવાણી રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા સહિતના સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. જેતપુરના યુવા મંડળો અને વિવિધ ક્લબના સભ્યો પણ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે સમર્થકો અને કાર્યકરો પણ સ્વયંસેવક કામ કરવા માટે ઉત્સાહ બતાવી રહ્યા છે સમૂહ લગ્નના આયોજનમાં દાતાઓનો સાથ અને સહકાર મળેલ છે.
જેતપુરવાસીઓનો ખૂબ જ સાથ સહકાર મળ્યો: પ્રમુખ જયંતીભાઈ રામોલિયા
અબતક સાથેની વાતચીતમાં જેતપુર ડાઈંગ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા એ જણાવ્યું હતું કે, છેલ્લા 17 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેમાં 200 થી 300 જેટલા સ્વયંસેવકો સતત ખડે પગે રહીને કામગીરી કરી રહ્યા છે, આ સમૂહ લગ્નમાં 111 દીકરીઓનું ક્ધયાદાન આપવામાં આવશે તેમજ કરિયાવર રૂપી ભેટ તેમના ઘરે પહોંચાડી દેવામાં આવી છે, સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા ના સ્મરણાંથે તેમજ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ના સહયોગ થકી 111 દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાશે. આ ઉપરાંત જામકંડોરણામાં ક્ધયા છાત્રાલય તેમજ કુમાર છાત્રાલયમાં ગુજરાતભરના શિક્ષણ મેળવી રહ્યા છે તે ખૂબ જ ગર્વની વાત છે , આ ઉપરાંત શાહી સમુહલગ્નત્સવ ના આયોજનમાં જેતપુરવાસીઓનો ખૂબ જ સાથ સહકાર મળેલ છે તેમજ દાતાઓએ પણ ઉદાર દિલે દાન આપેલ છે.