બ્રહ્મપુત્રા નદીમાં ડૂબી ગયેલી બોટમાં ૪૦ લોકો સવાર હતા જેમાંથી બે ના મોત થયા ર૦ મિનિટમાં ટેણીયાએ ત્રણ વાર છલાંગ લગાવી
સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે પુત્ર એ માતા-પિતાને તારે છે આ જ વાતને અહીં ૧૧ વર્ષના ટેણીયાએ સત્ય સાબિત કરી છે. બ્રહ્મપુત્રા નદીમાં સતત ત્રણ વાર છલાંગ લગાવી ૧૧ વર્ષના ટેણીયાએ તેની માતા અને કાકીનો જીવ બચાવ્યો છે. ર૦ મીનીટમાં જ આ ટેણીયાએ બંનેનો જીવ બચાવ્યો છે. જો કે તેને એ વાતનો અફસોસ છે કે તે અન્ય એક મહીલા અને તેના બાળકને સુરક્ષિત રીતે બહાર લાવ્યા બાદ પણ બચાવી શકયો નહીં.
૧૧ વર્ષના કમલ કિશોરદાસે તેની બહાદુરીનું પ્રમાણ આવ્યું છે. અસમના ગુવાહાટીમાં એક નાવ નદીમાં ડુબી ગઇ હતી. આ દુર્ધટનામાં બે લોકોના મોત થયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બોટમાં ૪૦ લોકો સવાર હતા. કમલે જણાવ્યું કે જયારે મે મારી માં અને કાકીને પાણીમાંથી બહાર કાઢયા ત્યારબાદ મે જોવું કે અન્ય એક બુર્ખાધારી મહિલા અને તેની સાથે તેનું બાળક પણ હતું જે પાણીમાંથી બહાર આવવાના પ્રયાસ કરતા હતા મેં ફરી છલાંગ લગાવી અને તે મહીલા અને તેના બાળકને બાંધીને પિલરના ક્રોકીંટ સ્લેબ સુધી લઇ આવ્યો.
જો કે દુર્ભાગ્યવશ મહીલાના હાથમાંથી તેનું બાળક છુટી ગયું અને તે ઝડપથી નદીના પાણીમાં વહી ગયું ત્યારબાદ મહીલાઓ પણ બાળકને બચાવવા નદીમાં છલાંગ લગાવી. અને જયાં હું ફરી છલાંગ લગાવુ ત્યાં સુધીમાં તે પાણીના તે જ વહેણમાં તણાઇ ગઇ.
ઉત્તર ગોહાટીના સેંટ એટની સ્કુલમાં પાંચમાં ધોરણમાં ભણતો કમલ તેની દાદીને મુકી તેની માતા અને કાકી સાથે ઘરે પરત ફરતો હતો ત્યારે જ જે બોટમાં તે સવાર હતો એ બોટ એક થાંભલાથી ટકરાયા બાદ બ્રહ્મપુત્રા નદીમાં ડુબવા લાગી. કમલે જણાવ્યું કે જયારે બોટ બંધની દિવાલના પિલર સાથે ટકારાઇ અને ડુબવા લાગી ત્યારે મારી માએ મને કહ્યું કે જૂતા ઉતારીને તરવા માંડ અને કિનારે પહોચી જા, અને મે તેવું જ કર્યુ અને કિનારે પહોંચી ગયો.
વધુમાં કમલે કહ્યું કે, હું જયારે તરીને કિનારે આવ્યો ત્યારે મે જોયું કે મારી મા અને કાકી મારી સાથે નથી મે નદીમાં છલાંગ લગાવી અને તરીને તે દુર્ધટના સ્થળ પર ગયો. મેં મારી માંને જોઇ તે બચવા માટે સંઘર્ષ કરી રહી હતી. મેં તેમને તેમના વાળ પકડીને તેમનો હાથ પકડી ખેંચ્યા અને સુરક્ષીત જગ્થ્યાએ પહોંચાડી દીધા મહત્વનું છે કે કમલની માતાને તરતા આવડતું ન હતું.
કલમ અને તેની માં સાથે બીજા અન્ય લોકોએ પણ બંધના પિલર પાસે પહોંચી જીવ બચાવ્યો. ત્યારે અચાનક મે એક મહીલાને જોઇ જે મારી કાકી જેવા લાગી રહ્યા હતા અને તેઓ પણ પાણીમાંથી બહાર આવવા સંઘર્ષ કરી રહ્યા હતા. મેં ફરી છલાંગ લગાવી તેમને પિલર સુધી પહોચાડયા જો કે મને એ વાતનો અફસોસ છે કે હું અન્ય એક મહિલા અને તેના બાળક ને કિનારે લઇ આવ્યો હોવા છતાં જીવ ન બચાવી શકયો.