450 જેટલા યુવક-યુવતીઓ જોડાશે, માહિતી પુસ્તિકાનું વિમોચન થશે
શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ રાજકોટ દ્વારા સમૂહલગ્ન, તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ, નોટબુક વિતરણ, સમાધિસ્થાન નિભાવ, કોમ્યુનીટી હોલ સંચાલન વિગેરે અનેક સમાજ ઉપયોગી કાર્યક્રમો કરવામાં આવે છે. તેના ભાગરૂપે તા.14/04/2023ને શુક્રવારે, ભારત વિકાસ પરિષદ સંચાલિત પૂ. રણછોડદાસજીબાપુ કોમ્યુનીટી હોલ આનંદનગર મેઈન રોડ રાજકોટ ખાતે 10માં જીવનસાથી પસંદગીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
સવારે 10 કલાકેથી સાંજના 4:00 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે. જેમાં કુલ-450 જેટલા લગ્નોત્સુક યુવક- યુવતિઓ જોડનાર છે. જેમના માટે ચા-નાસ્તો તથા ભોજનની વ્યવસ્થા સંસ્થા દ્વારા રાખવામાં આવેલ છે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા અશ્ર્વિનગીરીએ જણાવ્યું હતું કે આ પ્રસંગે આ તમામે યુવક-યુવતીઓના બાયોડેટા દર્શાવતી પુસ્તીકા પણ પ્રસિધ્ધ થનાર છે. જેનાથી સમાજના લગ્નોત્સુક યુવા વર્ગને માર્ગદર્શન અને જીવનસાથી પસંદગી કરવામાં સરલતા રહેશે.
આ સમગ્ર કાર્યક્રમ રાજકોટના જાણીતા દાતા અને દશરથ માનવ સેવા ચેરી.ટ્રસ્ટના પ્રમુખ પ્રેમગિરિ દેવગિરિ ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને રહેશે તથા દીપ પ્રાગટ્ય જય સોમનાથ દશનામ ગોસ્વામી ટ્રસ્ટના મહામંત્રી પ્રફુલગિરિ ત્રિભુવનગિરિ, મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના પ્રમુખ ધર્મેન્દ્રગિરિ લાલગિરિ ગોસ્વામી તેમજ રાજકોટના જ્ઞાતિ અગ્રણી રમેશગિરિ જગદિશગિરિના હસ્તે રહેશે.
આ પ્રસંગે સૌરાષ્ટ્રભરમાંથી દશનામ ગોસ્વામી સમાજના અગ્રણીઓ હાજર રહેનાર છે. જેમાં સમાજની અગત્યની સંસ્થા મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના હોદેદારો રોહિતપુરીજી અધ્યક્ષ, હરેશભારથી-ઉપાધ્યક્ષ, પ્રહલાદવનજી ઉપાધ્યક્ષ, બાબુપુરીજી મહામંત્રી, મનિષગિરિજી-ઉપપ્રમુખ, ચીમનપુરીજી પ્રભારી, ડો.કલ્પેશગિરિ સૌ. પ્રદેશ પ્રમુખ, મનિષગિરિજી ઉપપ્રમુખ, મનસુખપુરીજી-અગ્રણી, કૃષ્ણગિરિજી યુવા પ્રમુખ, મહેન્દ્રગિરિજી જ્ઞાતિ અગ્રણી, રાજેશગિરિ પ્રેમગિરિજી અગ્રણી ઉદ્યોગપતિ, હસુબાપુ-ભગવા ગ્રુપ સહિતના આગેવાનો ઉ5સ્થિત રહેનાર છે.
સમગ્ર કાર્યક્રમ જાગૃતિમંડળના પ્રમુખ જયોતિશગિરિ રામગિરિ તથા મંત્રી વિજયગિરિ અમૃતગિરિના માર્ગદર્શન હેઠળ થઈ રહયો છે. જે સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ ધર્મેન્દ્રગિરિ ચતુરગિરિ અને મંત્રી સુરેશગિરિ શાંતિગિરિ અને પસંદગી મેળાના ક્ધવીનર ઋષિગિરિ લક્ષ્મણગિરિ તેમજ સહ ક્ધવીનર અશ્વિનગિરિ હિરાગિરિ તથા ભૂપતપુરી મહાદેવપુરીની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.
આ કાર્યક્રમમાં નોંધાયેલ ઉમેદવારોને વાલી સાથે ઉપસ્થિત રહેવા માટે જાગૃતિ મંડળના પ્રમુખઓ સર્વશ્રી પ્રવિણભારથી ધરમભારથી, પ્રમોદપુરી મોહનપુરી તથા વિનોદભારથી સજીવનભારથીની યાદી જણાવે છે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે પ્રભાતગીરી ચુનીગીરી, અમુલગીરી અરવિંદગીરી, ધર્મેન્દ્રગિરિ ચતુરગિરિ, અશ્ર્વિનગિરિ હિરાગિરિ, પ્રમોદપુરી મોહનપુરી, મહેશગિરિ શંભુગિરિ, આશિષપુરી મગનપુરી, સુરેશગીરી શાંતિગીરી ઉ5સ્થિત રહ્યા હતા.