વર્ષ ર0ર1નું ભારતનું આખરી સૂર્યગ્રહણ તા.10મી જૂન ગુરૂવારે અવકાશી ખગોળીય ઘટના બનવાની છે. વિશ્ર્વના દેશો અને પ્રદેશોમાં કંકણાકૃતિ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણનો પાંચ કલાકનો અભુત અવકાશી નજારો નિહાળવા જબરી ઉત્કંઠા છે. ભારતમાં 10 મી જુન, તા. 19 મી નવેમ્બર અને તા. 4 ડિસેમ્બરનું ગ્રહણ જોવા મળવાનું નથી. ઉ.કેનેડ, ગ્રીનલેન્ડ, રશિયામાં કંકણાકૃતિ જયારે ઉત્તર અમેરિકાના ઉત્તર ભાગમાં, યુરોપ, એશિયમાં ખંડગ્રાસ ગ્રહણનો નજારો બનવાનો છે. રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપવાના કાર્યક્રમો અમલમાં મુક્યા છે.
જાથાના રાજ્ય ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સવંત ર077 વૈશાખ વદ અમાસ ગુરૂવાર તા. 10 મી જુન ર0ર1 ના રોજ મૃગશીર્ષ નક્ષ્ાત્ર અને વૃષભ રાશિમાં થનારૂં કંકણાકૃતિ-ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં ક્યાંય જોવા મળશે નહિ. જ્યારે આ અભુત ગ્રહણ ઉ. કેનેડા, ગ્રીનલેન્ડ, રશિયામાં કંકણાકૃતિ જયારે ઉ.અમેરિકાના ઉત્તર ભાગમાં, યુરોપ, એશિયામાં ખંડગ્રાસ સૂર્યાગ્રહણનો નજારો જોવા મળવાનો છે. સૂર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમકારક છે.
ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : 13 કલાક 4ર મિનિટ રર સેક્નડ, ગ્રહણ સંમીલન : 1પ કલાક 19 મિનિટ પ3 સેક્નડ, ગ્રહણ મધ્ય : 16 કલાક 11 મિનિટ પ7 સેક્નડ, ગ્રહણ ઉન્મીલન : 17 કલાક 03 મિનિટ 48 સેક્નડ, ગ્રહણ મોક્ષા : 18 કલાક 41 મિનિટ રર સેક્નડ, પરમગ્રાસ : 0.943 ભૂમંડલે ગ્રહણની અવધિ પાંચ કલાક સુધી રહેવાની છે.
રાજ્યમાં જાથાના વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમો જિલ્લા મથકો રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સહિત અનેક તાલુકા મથકે અયાોજનની તૈયારી ચાલી રહી છે.
જાથાના ઉમેશ રાવ, અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, રાજુભાઈ યાદવ, હસમુખ ગાંધી, અરવિંદ પટેલ, વિનુભાઈ લોદરીયા, મોરબી રૂચિર કારીઆ, ગૌરવ કારીઆ, ભુજ શૈલેષ શાહ, મથલ હુસેનભાઈ ખલીફા, સુરત મગનભાઈ પટેલ, નાથાભાઈ પટેલ, રાજકોટ પ્રમોદ પંડયા, નિર્ભય જોષી, કિશોરગીરી ગોસાઈ, તુષાર રાવ, અનેક કાર્યકરો પોતાના વિસ્તારમાં કાર્યક્રમ ગોઠવવા સંબંધી વ્યવસ્થા કરી રહ્યા છે.
જાથા ગામ, શહેરમાં વર્તમાન સ્થિતિ ધ્યાને રાખી સમજ વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમો ગોઠવવાના છે. જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ (મો. 98રપર 16689) ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.