જીવનમાં સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક બનાવી જનાર
ગોંડલ સહિતના આશ્રમ ખાતે નવાહ પાઠ, હનુમાન ચાલીસા, રામધુન અને મહાઆરતી સહિતના ધાર્મિક ઉત્સવ
પરમહંસશ્રી રણછોડદાસજીના પગલે ચાલી દરિદ્ર નારાયણની સેવા માટે શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલની સ્થાપના કરી
મહંતશ્રી જયરામદાસજી દ્વારા શિષ્યો પરિવાર ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું
ગોંડલને પોતાની કર્મભૂમિ બનાવી અને સેવાની જ્યોત જગાવનાર સાકેતવાસ શ્રી હરીચંદદાસજી મહારાજ નો 101 જનમ જયંતિ ગોંડલ, વાંકાનેર સહિતના આશ્રમમાં ધાર્મિક ઉત્સવ સાથે ઉજવવામાં આવશે શિષ્ય ગણોએ લાભ લેવા મહંત શ્રી જય રામદાસજી બાપુ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
પૂજ્ય હરિચરણદાસજી મહારાજનો જન્મ બિહારનાં ચંપારણ્ય જિલ્લામાં એક બ્રાહ્મણ કુળમાં થયોહતો, કહેવાય છે કે પુત્રનાં લક્ષણ પારણાંમાં એમ શ્રી ગુરુદેવને નાનપણથી જ સંસાર પ્રત્યે માયા ન હોવાથી ગૃહત્યાગ ખૂબ નાની વયે જ કર્યો હતો, 1946માં પ્રયાગરાજ ગંગાકિનારે તેમણે નિશ્ચય કર્યો કે અહિયાં જે ગુરુ મળશે તેમની પાસેથી દિક્ષા લઈશ ત્રણ દિવસના ઉપવાસ પછી ઝાલર ટાણે એક સંત જે ગુરુદેવ રણછોડદાસજી જેવા જ દેખાતા હતા તેમણે દિક્ષા આપી અને અયોધ્યામાં રામ ઘાટ પર ભજન કરવા આદેશ આપ્યો હતો.
ઘણો લાંબો સમય જાનકી કુંડ તથા ચિત્રકૂટમાં વિતાવ્યા બાદ 1954 માં ગુરુદેવ ગોંડલ આવ્યા અને પૂજ્યો રણછોડદાસજી બાપુ ના આદેશથી રામ મંદિરની ગાદી સંભાળી ત્યારબાદ ગોંડલની ધરા પર સેવાનો અવિરત યજ્ઞ શરૂ થયો, ત્યારથી લઇ આજ સુધી તેમના સેવાયજ્ઞ ની ફોરમ ગોંડલ જ નહીં પરંતુ ગુજરાતના સીમાડા વટાવી ચૂકી છે, સેવાયજ્ઞ સમાન શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા શ્રી હરિચરણદાસજી મહારાજ સંતો નો સ્વભાવ છે.
શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ તરફથી દર્દીઓને અપાતી સેવા રૂપી રાહતપૂજ્ય ચાલતી સંસ્થાઓમાંની શ્રી સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં અલગ-અલગ વિભાગો માનવજાતિની સેવા માટે કાર્યરત છે જેમાં દર્દીઓને અનેકવિધ સુવિધાઓ આપવામાં આવી રહી છે, આંખનાં મોતિયાનું ઓપરેશન લેન્સ સાથે તદ્દન ફ્રી, જનરલ સર્જરી વિભાગમાં એપેન્ડિક્સ સારણગાંઠ પ્રોસ્ટેટ ગ્રંથિ પથરી તેમજ શરીરમાં નાની મોટી ગાંઠ ના ઓપરેશન તદ્દન ફ્રી, સ્ત્રીરોગ વિભાગમાં નોર્મલ ડિલિવરી દવાઓ સાથે સ્ત્રી રોગને લગતા ઓપરેશન તદ્દન ફ્રી, દરેક પ્રસૂતાને શુદ્ધ ઘી તથા ડ્રાય ફ્રુટ સાથે એક કિલો કાટલુ તેમજ નવજાત શિશુ માટે બેબી કીટ મચ્છરદાની આપવામાં આવે છે,
બાળકોના વિભાગમાં ક્ષશભ કોઇ ચાર્જ લેવાતો નથી, હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી તથા તેના સગા વ્હાલાઓ બંને ટાઈમ નિ:શુલ્ક ભોજન પ્રસાદ વ્યવસ્થા, જરૂરીયાત મંદ દર્દીઓ માટે રાહતની વિશેષ જોગવાઈ, આ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં 15 લાખથી વધારે ઓ.પી.ડી એક લાખથી વધુ દાખલ દર્દીઓ અને લાખોથી વધુ લોકો નિ શુલ્ક ભોજન-પ્રસાદની સેવા લઈ ચૂક્યા છે તેમજ આંખનાં હજારોથી વધારે નેત્રમણી ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે. શ્રી હરિ જન્મદાસજી બાપુના તારીખ 27 માર્ચને સોમવારના રોજ 101 જન્મ દિવસ ગોંડલ શ્રી રામજી મંદિર ,વકાનેર સહિત તમામ આશ્રમોમાં ધાર્મિક ઉત્સવો સાથે ઉજવવામાં આવશે. ગોંડલ રામજી મંદિર ખાતે નવા રામાયણના પાઠ ભંડારો સહિતના ધાર્મિક ઉત્સવોનો લાભ લેવા મહંત શ્રી જયરામદાસજી બાપુ દ્વારા ભક્તોજન અને અનુરોધ કરવામાં આવ્યો છે.
11 આશ્રમમાં ભોજન-ભજન અવરિત વહેતી પુણ્ય ગંગા
ગોંડલ ખાતે રામજી મંદિર વાંકાનેર , સદ્દગુરૂ આનંદ આશ્રમ વડોદરા ખાતે ટ્રસ્ટ, ગોરા ખાતે હરી ધામ આશ્રમ, અયોધ્યા ખાતે અભય દાશા હનુમાનજી મંદિર, બનારસ ખાતે સીતારામ આશ્રમ, ઇન્દૌર ખાતે દાસ મહારાજ, રૂષિકેશ ખાતે મનોકામનાં હનુમાનજી મંદિર, રાજકોટ ખાતે બાલા બ્રહ્મલીન પૂજ્ય હરિચરણદાસજી મહારાજના પગલે માનવજાતિની સેવા કાર્યરત છે
વાંકાનેર: પૂ. હરીચરણદાસજી મહારાજની જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે
વાંકાનેર-રાજકોટ રોડ પર આવેલ સદગુરુદેવ સ્વામી પ.પુ. હરીચરણદાસજી પ્રેરિત સદગુરુ આનંદ આશ્રમ ખાતે આગામી તા. ર7-3 ને સોમવારના રોજ મહામંડલેેશ્ર્વ 1008 સદગુરુદેવ પૂ. હરીચરણદાસજી મહારાજની 101 મી જન્મ જયંતિ ધામધુમથી ઉજવાશે.કાર્યક્રમના પ્રારંધ પૂ. સદગુરુદેવના પાદુકા પુજન સમગ્ર શિષ્ય પરિવારો દ્વારા થશે ત્યારબાદ સાંજ પાંચ કલાકથી સંગીતમય રામધુન તથા હનુમાન ચાલીસાના સમુહ પાઠ યોજાશે.ત્યારબાદ સાંજે 7.45 કલાકે મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.
મહાઆરતી બાદ સમસ્ત સદગુરુ શિષ્ય પરિવારો માટે મહાપ્રસાદનું રૂડુ આયોજન કરેલ હોય તો તમામ સદગુરુ શિષ્ય પરિવારોને રામધુન, હનુમાન ચાલીસાના સમુહ પાઠ તથા મહાઆરતી તેમજ મહાપ્રસાદ નો લાભ લેવા સદગુરુ આનંદ આશ્રમના ટ્રસ્ટીઓ દ્વારા જાહેર નિમંત્રણ સાથે યાદીમાં જણાવ્યું છે.
ન્યારા આશ્રમ ખાતે પૂ.સદગુરુદેવ રણછોડદાસજીની પુણ્યતિથિ ઉજવાશે
ન્યારા આશ્રમ ખાતે પૂ. સદગુરુ સ્વામી રણછોડદાસજી બાપુની પુણ્યતિથિ ધામેધુમે ઉજવાશે. પૂ. ગુરુદેવની પુણ્યતિથિ નીમીતે મંગળા આરતી સવારે 6.30 કલાકે, પાદુકા પુજન સવારે 9 કલાકે, ઉત્સવ આરતી બપોરે 11.30 કલાકે, મહાપ્રસાદ બપોરે 1ર થી 2.30 વાગ્યા સુધી, સંઘ્યા આરતી સાંજે 7 કલાકે, રામધુન સવારના 11 થી ર વાગ્યા સુધી, પાદુકા સ્પર્શ દર્શનનો લાભ સવારથી સાંજ સુધી રહેશે તથા સવારના પહોરમાં ગાયોને ઘાસચારો અપાશે. તથા કુતરાને લાડુ દેવામાં આવશે.
ન્યારા ગામના બાળકોને બટુક ભોજન કરાવામાં આવશે. ન્યારા આશ્રમનો મહિમા અનેરો છે. આવનાર ગુરુભકતોનો ઉત્સાહ ઘણો જ વધી ગયો છે. પ.પૂ. સદગુરુદેવ હરિચરણદાસજી બાપુના નીતરતા આશીર્વાદ તથા તેમની હાજરીમાં બનેલો આ આશ્રમ તથા પુ.સદગુરુદેવ જેરામદાસજી બાપુના આશીર્વાદથી આ વિશાળ આશ્રમમાં આપણા ધાર્મિક પ્રસંગો ઉજવી શકો છો.તા. 3-4 ને સોમવારે પૂ. ગુરુદેવની પુણ્યતિથિ નીમીતે પધારીને સહપરિવારે સાથે પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.