ગણતરીની મિનિટોમાં હવા ભરી હોસ્પિટલને જે-તે સ્થળ પર જ કાર્યરત કરી શકાશે: આઈ.સી.યુ.ની સુવિધા પણ રહેશે
ઇન્ડો-અમેરિકન ફાઉન્ડેશનની ટ્રાયલ કામગીરીનું કલેકટર નિરીક્ષણ કરશે: દેશની પ્રથમ “પેરાશૂટ હોસ્પિટલ” રાજકોટમાં આકાર લેશે
રાજકોટ મેડિકલ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ પુરા ગુજરાત માટે હવે રાજકોટ હબ બની રહ્યું છે. ત્યારે તેમાં વધુ એક સુવિધાનો ઉમેરો થવા જઈ રહ્યો ચવા. જેમાં ચૌધરી ગ્રાઉન્ડ પાસે સિવિલ હોસ્પિટલની બાજુમાં જ રૂ.3.50 કરોડના ખર્ચે 4 ટેન્ટમાં 100 બેડની એક મુવેબલ “પેરાસુટ હોસ્પિટલ” ઉભું કરવામાં આવ્યું છે. જેમાં આઈ.સી.યુ. જેવી તાત્કાલિક સારવાર પણ ઉપલબ્ધ રહેશે. જેમાં ઇન્ડો-અમેરિકન ફાઉન્ડેશનની કામગીરીનું ખુદ કલેકટર અરુણ મહેશ બાબુ નિરીક્ષણ કરશે.
કોરોનાની બીજી ઘાતક લહેરમાં સિવિલ હોસ્પિટલની બહાર ચૌધરી હાઇસ્કૂલના મેદાનથી લઇને છેક રોડ સુધી એમ્બ્યુલન્સની લાંબી કતારોનો નજારો વિશ્રી શકાય તેમ નથી. ત્યારે હજુ સંભવિત ત્રીજી લહેરનો ખતરો માથે મંડરાઈ રહ્યો છે. ત્યાંરે એક નવીન ટેક્નોલોજીસાથે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં જરૂર પડ્યે એકસાથે 100 બેડની વ્યવસ્થા કરી શકાય તેવી ઇન્ડો અમેરિકન ટેક્નોલોજીની મુવેબલ હોસ્પિટલની તૈયારી કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કરાવી છે.
કોરોનાની બીજી લહેરમાં જ્યારે સૌરાષ્ટ્રના દર્દીઓ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કેન્દ્ર સ્થાને હતી ત્યારે હોસ્પિટલના પાછળના ભાગે ચૌધરી ગ્રાઉન્ડ ખાતે દર્દીઓની લાંબી કતારો જોવા મળતી હતી. ત્યારે હવે આગામી કપરી પરિસ્થિતિને પહોંચી વળવા રાજકોટ હોવી સજ્જ હોય તેમ મેડિકલ ક્ષેત્રમાં વધુ એક ઉમેરો થયો છે.
કોરોનાની બીજી ઘાતક લહેરમાં ઓક્સિજન બેડ, સામાન્ય બેડ સહિતના ટાંચા સાધનોને લઇને જે સ્થિતિ થઇ હતી તેમાથી બોધપાઠ લઇને સંભવિત ત્રીજી લહેર સામે અત્યારથી જ તમામ સ્તરે તૈયારીઓ સ્ટેન્ડ ટુ રાખવામા આવી છે. ઇન્ડો-અમેરિકન ટેકનોલોજીથી આ પ્રકારની એર ડોમ ટાઇપ મુવેબલ હોસ્પિટલની વ્યવસ્થા સમગ્ર ભારતમાં પ્રથમ રાજકોટમાં થઇ રહી છે. તેમ કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યુ હતુ.