ગુજરાત હાઈકોર્ટે POCSO Act(પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ)ને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે તરૂણ અવસ્થામાં કરેલા પ્રેમ અને સંમતિથી શરીર સબંધ બાંધવા બદલ લઘુતમ 10 વર્ષની કેદની સજા આપવાનો નિર્ણય લીધો છે.
કાયદામાં સજાની જોગવાઈ હોવાથી કોર્ટ છૂટ લઈ શકે નહીં
નાની ઉંમરે સંમતિથી પણ સંભોગ કરો તો કાયદો માફ કરશે નહીં.આ કાયદામાં જ 10 વર્ષની લઘુત્તમ સજાની જોગવાઈ હોવાથી કોર્ટ પણ કોઈ છૂટ આપી શકતી નથી અને કોર્ટ પાસે કોઈ અધિકાર પણ રહેતો નથી. આ પ્રકારના કિસ્સામાં એક ભૂલ તરુણ કે યુવાનની આખી કારકિર્દી અને જીવનનો મહત્વનો એક દાયકો ખતમ કરી દે છે.