લગ્નની લાલચ આપી યુવતિનું અપહરણ કરી ચાર માસ સુધી શરીર સંબંધ બાંધી કુકર્મ આચર્યું હતું
લોધીકા તાલુકાના વડવાજડી ગામે રહેતી યુવતિને લગ્નની લાલચ આપી અપહરણ કરી ચાર માસ સુધી દુષ્કર્મ આચરવાના ગુનાનો કેસ ગોંડલની અદાલતમાં ચાલી જતાં ન્યાયધીશે આરોપીને ૧૦ વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ મુળ મહીસાગર જીલ્લાના વતની અને લોધીકા તાલુકાના વડવાજડી ગામે મજુરી કરતી યુવતિને લગ્નની લાલચ આપી તેજ પંથકના દશરથ કોયા નામનો શખ્સ લગ્નની લાલચ આપી અપહરણ કરી ચાર માસ સુધી દુષ્કર્મ આચયાર્ની તા. ૩૦-૬-૧૬ ના રોજ ફરીયાદ નોંધાવી હતી.
બાદ લોધીકા પોલીસે આરોપીની ધરપકડ રજુ થતાં સેશ્નલ અદાલતમાં કમીટ થતાં સરકારી વકીલ દસ્તાવેજો પુરાવો રજુ કરવા તથા ૧૩ સાહેદોને તપાસવામાં આવેલા અને પુરાવો રેકર્ડ ઉપર લેવામાં આવેલા અને ભોગ બનનારની ડોકટરની તથા અન્ય સાહેબોની જુબાની ઘ્યાને રાખી તેમજ સરકારી વકીલની ધારદાર દલીલો ઘ્યાને રાખી આરોપી દશરથ કોયા કોળીને કલમ ૩૭૬ ની ગુન્હામાં તકસીરવાન ઠરાવી સેશ્નસ જજ જે.એન. વ્યાસે ૧૦ વર્ષની કેદની સજા તથા રૂ. પાંચ હજાર નો દંડ ભરવાનો હુકમ ફરમાવેલો છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામભાઇ ડોબરીયા રોકાયેલા હતા.