વિશ્વનો સૌથી મોટો ડોગ જયોર્જ છે તેનું વજન ૧૧૧ કિલો છે; ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલ છે

વિશ્વભરમાં ચિત્ર-વિચિત્ર પ્રાણીઓ વસવાટ કરે છે. તેમના વિશેની અચરજ પમાડે તેવી વાતો પણ છે. જેને જોતા જ ડર લાગે તેવા કદાવર પ્રાણીઓ આ દુનિયામાં છે. જેમાં કુતરો, કરચલો, ચામાચીડીયુ, ગાય, ભમરો, દેડકો, માછલી, ગોકળગાય, સલામંડર વિગેરેનો સમાવેશ થાય છે. વિશ્વનો સૌથી મોટો ન જોઈ શકતો સલામંડર છે જેની લંબાઈ ૬ ફુટની છે. પૂર્વ આફ્રિકામાં ૮ ઈંચ લાંબી વિશાળ ગોકળગાય છે. એશિયાની એક નદીમાં ડંખીલી માછલી રહે છે જેનું વજન ૬૦૦ કિલો છે આમ તો દેડકા નાના હોય પરંતુ કેમરૂનમાં આફ્રિકન ગોલી આથ ક્રોગ વિશાળ દેડકો છે. તે પક્ષીઓ, સાપ વિગેરેને ખાય જાય છે. ભુંડ જેવું દેખાતુ ભેંસ આકારનું એકટનના પ્રાણીનું ૧૧ વર્ષના શિકારીએ શિકાર કર્યો હતો. તેની સાથે તસવીર પડાવતા કદાવર પ્રાણી પાસે સાવ બચ્ચા જેવો દેખાતો હતો. સામાન્ય રીતે નાનો ભમરો આપણે જોયો હોય પણ બીટીયન ભમરો જે દક્ષિણ અમેરિકાના જંગલોમાં જોવા મળે છે. તે ૬.૫ ઈંચ સુધી વધી શકે છે. આપણે ત્યાં જોવા મળતી ગાયમાં વિશ્ર્વની સૌથી મોટી ગાય જેની ઉંચાઈ ૬.૫ ફુટ છે અને વજન ૧ ટન કરતા વધુ છે. ન્યુગિનીમાં રહેતા વિશ્વનાં સૌથી મોટા ચામાચીડીયાને પણ જોવા જેવું છે. ૧૮ કિલોગ્રામનો જાપાની કરચલો છે જે એકવાર કરડે તો તેના ઝેરથી માણસનું મૃત્યુ થઈ જાય છે. જોકે ત્યાંના લોકો તેને ભોજનમાં આરોગે છે. ૧૧૧ કિલોનો કદાવર જયોર્જ નામનો ડોગ છે. આ બધા વર્લ્ડ રેકોર્ડ કરેલા પ્રાણીઓ છે. આ ઉપરાંત કુકડો, શાર્ક, વ્હેલ માછલી, હાથી, રીંછ, શીલ, ઘોડો, જિરાફ, ઘેટુ, ગેંડો, એનાકોન્ડા સાપ, શાહમૃગ, વાંદરા પણ ચિત્ર-વિચિત્ર કદાવર વિશ્ર્વમાં જોવા મળે છે. આપણા ભારતમાં દરેક રાજયને પોતાના પ્રાણીઓ છે.જેમ કે આપણા ગુજરાતમાં ગીરનાં સિંહ તો આંધ્રપ્રદેશ, હરિયાણા, પંજાબમાં કાળીયાર જોવા મળે છે. ગાયલ નામનું પ્રાણી અરૂણાચલ પ્રદેશમાં જોવા મળે છે. આસામમાં એક સિંગવાળો ગેંડો, બિહાર, ગોવા, નાગાલેન્ડમાં જંગલી બળદ જોવા મળે છે. જંગલી ભેંસ છતીસગઢ તો બરફી દીપડો હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે. કાશ્મીરી મૃગ નામ પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં અને કેરલ, કર્ણાટક, ઝારખંડમાં હાથી જોવા મળે છે.

ટપકાવાળો દિપડો મેઘાલયમાં અને યુપી, એમપીમાં બારાસીન્ગા હરણ જોવા મળે છે. શેકરું મહારાષ્ટ્રમાં, મણીપુરમાં સાન્ગાઈ પ્રાણી, મિઝોરમાં ગીબોન, ઓરિસ્સામાં સાંબર હરણ જોવા મળે છે. ચિંકારા રાજસ્થાનમાં, લાલપાંડા સિકિકમમાં, નીલગીરી તામિલનાડુમાં જયારે ટપકાવાળા હરણ તેલંગણા રાજયમાં જોવા મળે છે. લંગુર વાંદરા ત્રિપુરામાં ઉતરાખંડમાં કસ્તુરી હરણને બિલાડી બંગાળમાં વિશેષ જોવા મળે છે. આ બધા રાજયોએ પોતે પસંદ કરેલા પ્રાણી છે ત્યાં તેના શિકાર ઉપર પ્રતિબંધ છે. જોકે વન્યધારા હેઠળ હવે કોઈ પશુ-પંખી, પ્રાણીઓનો શિકાર કરી શકાતો નથી. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે.

પ્રાણીઓ વિશે જાણવા જેવું

  • ચિત્રો દુનિયાનું સૌથી ઝડપી પ્રાણી છે જેની ઝડપ ૧૧૩ કિમીની છે.
  • પહાડી સિંહ અને દિપડો પોતાનો શિકાર વહેંચીને ખાય છે.
  • બ્લુ વ્હેલ એટલી મોટેથી સીટી વગાડે છે કે તેનો અવાજ ૧૧૮ ડેસીમીટર દુર સુધી સંભળાય છે.
  • માછલી પાણીમાં રહે છે પણ તેની આંખોને પાંપણ નથી હોતી.
  • પતંગિયાની વિવિધ ૨૦ હજારથી વધુ પ્રજાતિ છે.
  • વાઘના મગજનું વજન ૩૦૦ ગ્રામ હોય છે. તમામ માંસાહારીમાં વાઘનું મગજ મોટું છે.
  • સીલ માછલી એક વખતમાં ફકત દોઢ જ મિનિટ ઉંઘી શકે છે જયારે હાથી વધારેમાં વધારે ચારથી પાંચ કલાક ઉંઘ લે છે.
  • હેંગફિશ માછલીને ચાર હૃદય હોય છે.
  • સિંહની ગર્જના ૫ કિમી દુર સુધી સંભળાય છે.
  • શાહુડીના શરીર ઉપર ૩૦ હજાર જેટલા કાંટા હોય છે.
  • રાતો બગલો દિવસે આરામને રાતે શિકાર કરે છે.
  • ઘોડો અને હાથી ઉભા ઉભા ઉંઘે છે તો વીંછી નવ મહિના ખાદ્યા વિના ચલાવી શકે છે.
  • મેગાલોસોર્સ જાતના ડાયનાસોર્સ વિશ્ર્વમાં સૌથી મોટા મનાય છે.
  • પેંગ્વીનની જીભ ઉપર કાંટા હોય છે.
  • ઉંટ એક દિવસમાં ૧૦૦ કિમી અંતર કાપે તો હાથીની શકિત બુલડોઝર જેટલી હોય છે.
  • ગોકળગાય ત્રણ-ચાર વર્ષ ઉંઘી શકે છે.
  • માખીની દરેક આંખમાં ચાર હજાર નાના લેન્સ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.