- પોલીસે શા માટે કાવતરાની કલમ 120 (બી)નો ઉમેરો ન કર્યો?,
- ખંડણી પડાવવાનો અલગથી ગુનો નોંધાયો હોત તો આરોપીઓ સેશન્સ કોર્ટમાંથી જામીન અરજી કરવી પડે
- પોલીસે કાચુ કાપ્યુ કે અણ આવડતનો ગંભીર ગુનાના આરોપીઓને લાભ મળ્યો? અપહરણ થયું હોય તો તરૂણિની જીંદગીનું કેટલુ જોખમ?
પોલીસની અણ આવડત અને કાયદાકીય ગુચના કારણે અપહણ અને ખંડણી પડાવવાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા પાંચ શખ્સોને એક પણ દિવસ જેલમાં ગયા વિના છુટી ગયા છે. પોલીસે આવા ગંભીર ગુનામાં કાવતરાની કલમનો કેમ ઉમેરો ન કર્યો અને લીંબડીથી ખંડણી પડાવવા માટે મોબાઇલમાં ધમકી દેવા અંગેનો અલગ ગુનો ન નોંધી કાચુ કાપવાના કારણે અદાલતે પાંચેય શખ્સોને જામીન મુક્ત કર્યા છે.
નિર્મલા રોડ પર આવેલી નાગરિક સહકારી બેન્ક સોસાયટીમાં ગત તા.14મીએ ખંડણી પડાવવાના ઇરાદે રોહિત જીજ્ઞેશભાઇ નામના 16 વર્ષના તરૂણના અપહરણનો પ્રયાસ થયો હતો. પોલીસે ટેકનોલોજીની મદદથી ગંભીર ગુનામાં સંડોવાયેલા પાંચ શખ્સોને જુદા જુદા સ્થળેથી ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા. પરંતુ પોલીસનું મ્યાદિત કાયદાકીય જ્ઞાન, અણ આવડત અને પોલીસની બેદરકારીના કારણે પાંચેય શખ્સો ગંભીર ગુનામાં એક પણ દિવસ જેલમાં જવું પડયુ ન હતુ અને જમીન મુક્ત થયા છે.
પાંચેય શખ્સોની પોલીસે ધરપકડ કરી પૂછપરછ દરમિયાન મુખ્ય સુત્રધાર કેવલ રમેશ સંચાણીયાએ આઠ માસ પહેલાં કાવતરૂ ઘડયાનું સામે આવ્યું હતું. અને કાવતરા અંગેની કલમ 120(બી)નો ઉમેરો કરી શકાય તેવા પુરાતા પુરાવા હોવા છતાં પોલીસે કોઇ કારણસર 120(બી)નો ઉમેરો કર્યો ન હતો.
ગંભીર ગુનાની કલમની સાથે પ્રયાસની કલમ 511 લગાવવામાં આવે ત્યારે ગંભીર ગુનાની સજાની જોગવાય અડધી થઇ જતી હોય છે. તેમ છતાં પોલીસે ખંડણીની કલમનો મુળ ફરિયાદમાં જ ઉમેરો કર્યો? તેવો સવાલ થઇ રહ્યો છે. અપહરણકારોએ લીંબડી જઇ ડમી સીમ કાર્ડની મદદથી રૂા.80 લાખની ખંડણીની માગણી કરતા બે કોલ જીજ્ઞેશભાઇને કર્યા હતા તો બળજબરીથી પૈસા પડાવવાની કલમ 386નો ઉમેરો કરવાના બદલે જીજ્ઞેશભાઇની અલગ ફરિયાદ લીધી હોત તો પાંચેય શખ્સો સામે સેશન્સ ટ્રાયલનો કેસ બનતો હોવાથી પાંચેય શખ્સોને બળજબરીથી પૈસા પડાવવાનો કારસો કરવાના ગુનામાં જેલ હવાલે થવું પડે પરંતુ ગમે તે કારણે પોલીસે જીજ્ઞેશભાઇની અલગ ફરિયાદ ન નોંધી અને આઇપીસી 120(બી)નો ઉમેરો ન કરી પોલીસ કાચુ કાપયુ કે પછી બેદરકારી દાખવી આ અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તો પણ કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.
પાંચેય અપહરણકારો પૈકી મુખ્ય કાવતરાખોર કેવલ સંચાણીયાને રોહિત સારી રીતે ઓળખતો હોવાથી તેના જીવનું જોખમ હોવાનું પોલીસ સારી રીતે જાણે છે અને આવા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ માટે પોલીસે શા માટે કાયદાકીય રીતે કુણુ વલણ દાખવ્યું તે અંગે પોલીસ સામે અનેક સવાલો થઇ રહ્યા છે.
અરજીને એફઆઇઆર કરવામાં આવી પણ એફઆઇઆર કયારે સરખી થશે?
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ચાર્જ સંભાળ્યા બાદ પોલીસ દ્વારા અરજીના આધારે ભ્રષ્ટાચાર થતો અટકાવવા સીધી જ એફઆઇઆર દાખલ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. અરજી એફઆઇઆર બની પરંતુ એફઆઇઆર કયારે સરખી થશે તેવો સવાલ થઇ રહ્યો છે. રાજકોટમાં પોલીસ ઇન્સ્પેકટરના સારા રાઇટરનો અભાવ છે. અને કાયદાકીય રીતે અધુરૂ અને ઓછુ જ્ઞાન ધરાવતા પોલીસ સ્ટાફને પીઆઇના રાઇટર બનાવવામાં આવ્યા હોવાથી એક માસ પહેલાં જેની સામે જે વિવાદ અંગે ગુનો નોંધાયો હતો તેને તે જ વિવાદમાં ફરિયાદી બનાવી પોલીસે આશ્ર્ચર્ય સજર્યુ છે. આવું તાજેતરમાં જ બી ડિવિઝન પોલીસ મથકમાં બન્યું છે. ગુનાના ગુણદોષ જોયા વિના આરોપી ફરિયાદી બનાવવા પાછળ પણ પોલીસની ભૂમિકા તપાસવા