ગઈરાત્રીથી સમગ્ર દેશમાં સતત ૨૧ દિવસ ‘તાળાબંધી’ લોકડાઉનનો કડક અમલ શરૂ ત્યારે આજ સવારથી મોસમ પલટાતા વાતાવરણે રાજકોટમાં વાદળછાયું વાતાવરણને થોડા વર્ષાદી છાંટણા વચ્ચે ઢેબર રોડ ભકિત નગર સર્કલમાં પોલિસ કર્મીઓની ઝડબેસલાક કામગીરી વચ્ચે એકલ-દોકલ નિકળતા મોટાભાગનાં નગરજનો ‘દવા લેવાનું બહાનું બતાવતા હતા તો કેટલાક સેવાભાવી ચા-નાસ્તો, ફરજકર્મીને આપવા નિકળતા જોવા મળ્યા હતા.

મેડિકલ સ્ટોરે પણ કોરોના નિયંત્રણ માટે જરૂરી એક વ્યકિતથી બીજી વ્યકિતનું અંતર રાખવા કર્મયોગી વ્યવસ્થા કરતા જોવા મળ્યા હતા. લોકડાઉન પરત્વે ફરજ બજાવતા તમામ કર્મીઓની એક વાત કહેતા હતા. ’ઘરમાં રહો સુરક્ષીત રહો’ આજ સવારથી જ તમામ મોટા રોડો સુમસામ જોવા મળતા હતા ત્યારે હજી પણ ‘કેરલેશ’ નાગરીકો કયાંક અમસ્તા લટાર મારતા જોવા મળ્યા હતા. લોકોએ અત્યારે પોતાની જાતની ચિંતા કરી, પરિવારની ચિંતા સાથે લોક ડાઉનનો અમલ કરવો એજ પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ તમામનાં સહિયારા પ્રયાસોથી આપણે ‘કોરોના’ વાયરસને નાથી શકીશું. લોકસહયોગ અતિ જરૂરી છે.

મહામારી સામે લડવા સૌની ભાગીદારી આવશ્યક છે: ડો. હેમાંગ વસાવડા

vlcsnap 2020 03 25 11h54m31s125

ડો. હેમાંગ વસાવડાએ અબતક સાથેની વાતચીતમાં જણાવેલ કે લોકોએ લોક ડાઉનનો કડક અમલ કરીને ઘરમાં રહેવું હિતાવહ છે. કોરોના ની કોઈ રસી કે દવા ઉપલબ્ધ ન હોવાથી સાવચેતી રાખવી જરૂરી છે. આગામી ૨૧ દિવસ લોકોનાં સહયોગથી, ઘરે જ રહેવાથી, વાયરસની સાયકલ-ચેઈન બ્રેક થશે સરકારશ્રીનાં તથા આરોગ્ય વિભાગના તમામ સુચનોનું પાલન કરીને આ મહામારી સામે લડવા સૌની ભાગીદારી આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.