અમેરિકાના મેસાચુસેટ્સ ઇન્ટિસ્યુટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકએ એક એવી સ્ટીક બનાવી છે કે જેના દ્વારા યૌન હુમલો થતા પાંચ લોકોને અથવા મેસેજ દ્વારા આની જાણ કરી શકાશે..
એમ આઇટીના સંશોધનકર્તા મનીષા મોહને આ ડિવાઇસનું નામ ઇટ્રીપેડ રાખ્યું છે આ સ્માર્ટ સ્ટીકર યૌન હુમલાને ઓળખી કાઢે છે અને પાંચ લોકોને આની જાણ કરી શકે છે કોઇ પણ વસ્ત્ર પર આ સ્ટીકર ચોંટાડી શકાય છે.
આ ડિવાઇસનો ઉપયોગ કરનારે તેના ફોન પર એક એપ ડાઉનલોડ કરવાની હોય છે તેમાં ઓળખીતા એવા પાંચ લોકોના ફોન નંબર નોંધેલા હોય છે આ લોકોને સંકટના સમયમાં ટેકસ્ડ મેસેજ અથવા ફોન પહોંચી જાય છે. હુમલા વખતે અવાજ થાય છે તેને આ એપ રેકોર્ડ કરે છે અને તેનો કાયદાકીય કાર્યવાહીમાં કોર્ટમાં ઉપયોગ કરી શકાય છે.
તેમજ લગભગ ૭૦ જણાં પર આ ડિવાઇસનું પરીક્ષણ કર્યુ છે મોટાભાગના લોકોેએ કહ્યું હતુ કે તેનો ઉપયોગ સરળ છે આ લોકોએ જુદા-જુદા વસ્ત્રો પહેર્યા હતા. સ્ટીકર સાથે તેમને કોઇ મુશ્કેલી પડી ન હતી.
બે વર્ષ સુધી આ ડિવાઇસનો ઉપયોગ કરી શકાય છે કપડા સાથે ભુલથી તેને પણ ધોઇ નાખવાના આવશે તો પણ તે કામગીરી ચાલુ રાખશે.