ગુલાબી ઠંડી વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યના તાપમાનને લઈ આગાહી કરી છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીવત રહેશે જ્યારે 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે. તાપમાન ઘટતા ફરી ઠંડીમાં વધારો થશે. ગઈકાલની જેમ આજે પણ નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આજે નલિયામાં 6.4 જયારે રાજકોટનું લઘુતમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે.
ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા: રાજકોટનો પારો એક ડિગ્રી ઉંચક્યો,13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થોડો ઘટાડો થયો છે. નલિયામાં 6.4 ડિગ્રી સાથે સીઝનની સૌથી વધુ ઠંડીથી લોકો ઠુંઠવાયા છે. જોકે, ળ સોમવારથી ઠંડીમાં રાહત મળવાની સંભાવના છે. રાજ્યમાં તાપમાન વધતા ઠંડીમાં ઘટાડો થયો છે. આગામી બે થી ત્રણ દિવસ તાપમાનમાં વધારો થશે. એટલે પાછી ઠંડી વધશે.
ઉતરાયણ પર્વે પવનની ગતિ 10 થી 12 કિમી પ્રતિ કલાકની રહેશે
અંબાલાલાના અનુમાન મુજબ મકરસંક્રાતિના સમયે પવનની ગતિ સારી રહેશે. પતંગ રસિયા માટે સારા સમાચાર છે કે, 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. પંતગ રસિકો વર્ષભર ઉતરાણની પ્રતિક્ષા કરતા હોય છે. પતંગબાજી ત્યારે જ શક્ય બને છે જ્યારે પવનની ગતિ અનુકૂળ હોય. હવામાન નિષ્ણાત અંબાલાલના અનુમાન મુજબ આગામી 14 અને 15 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ અને વાસી ઉતરાણમાં પવનની ગતિ સારી રહેશે. મકરસંક્રાતિના અવસરે 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિમાં થોડા ઘટાજો થઇ શકે છે.