- નલીયાનું તાપમાન સતત બીજા દિવસે સિંગલ ડિજિટમાં: રાજકોટમાં પણ 13 ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં ઠંડીનો નવો રાઉન્ડ આવ્યો છે લધુતમ તાપમાનમાં ઘટાડો નોંધાય રહ્યો છે. આજે સવારે બર્ફિલા ઠારનો અહેસાસ થયો હતો. કચ્છનું નલીયા આજે સતત બીજા દિવસે સિંગલ ડિજિટમાં રહ્યું હતું. રાજકોટમાં પણ 13 ડીગ્રી લધુતમ તાપમાન સાથે ઠંડીનો ચમકારો રહ્યો હતો. જો કે બપોરના સમયે મહત્તમ તાપમાન ઉંચુ રહેતું હોવાના કારણે ગરમીનો અનુભવ થાય છે.
બેવડી સિઝનનો અહેસાસ લોકો કરી રહ્યા છે.આ વર્ષ શિયાળાની સિઝન ઠંડીએે જોઇએ એવી જમાવટ કરી નથી. ગણતરી દિવસોને બાર કરતાં કડકડતી ઠંડીનો અનુભવ લોકોને થયું નથી. સામાન્ય રીતે માર્ચ માસના પ્રથમ પખવાડીયા સુધી ઠંડીનો અનુભવ થતો હોય છે. પરંતુ આ વર્ષ ફેબ્રુઆરીના આરંભથી જ ઉનાળા જેવી ગરમી પડવાનું શરુ થઇ ગયું છે.
મહત્તમ તાપમાનનો પારો 3પ ડિગ્રી સુધી પહોંચી જવા પામ્યો છે. જો કે છેલ્લા ત્રણેક દિવસથી ફરી ઠંડીનો નવો રાઉન્ડ આવી રહ્યો હોવાના સંકેતો મળી રહ્યા છે.આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજયમાં ઠારનો અનુભવ થયો હતો. કચ્છના નલીયાનું તાપમાન આજે સતત બીજા દિવસે સિંગલ ડિજિટમાં રહેવા પામ્યું હતું. આજે નલીયા 9.30 ડીગ્રી સેલ્સીયસ તાપમાન સાથે ઠંઠુવાયુ હતું. જયારે રાજકોટમાં પણ લધુતમ તાપમાનનો પારો પટકાયો હતો રાજકોટનું તાપમાન આજે 13 ડીગ્રી સેલ્સીયશ નોંધાયું હતું.
આ ઉપરાંત અમદાવાદનું તાપમાન 14.8 ડીગ્રી, અમદાવાદ એરપોર્ટ પરનું તાપમાન 17.3 ડીગ્રી, ભાવનગરનું તાપમાન 15.5 ડીગ્રી, ભુજનું તાપમાન 14.6 ડીગ્રી, ડાંગનું તાપમાન 16.4 ડીગ્રી દિવનું તાપમાન 11.5 ડીગ્રી, દ્વારકાનું તાપમાન 16 મીમી, ગાંધીનગરનું તાપમાન 14.4 ડીગ્રી, કંડલાનું તાપમાન 15.2 ડીગ્રી, નલીયાનું તાપમાન 9.3 ડીગ્રી, ઓખાનું તાપમાન 20.5ડીગ્રી, પોરબંદરનું તાપમાન 14.5 ડીગ્રી, રાજકોટનું તાપમાન 13 ડીગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 14.2 ડીગ્રી, અને વેરાવળનું તાપમાન 17.1 ડીગ્રી નોંધાયું હતું. આગામી બે થી ત્રણ દિવસ સુધી હજી લધુતમ તાપમાનનો પારો થોડો નીચો રહેશે ત્યારબાદ ક્રમશ: ઠંડીનું જોર ઘટશે અને ગરમીનું જોર વધશે.