અમદાવાદ રિવરફ્રન્ટ બનતા ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. તે જ રીતે આજી-૧ ડેમી આજીનદી પર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરવા અગાઉ સબંધક જુદી જુદી એજન્સીઓ પાસે થી ડેવલપમેન્ટ માટેનું એકઝીબીશન પણ જોવામાં આવેલ.
૧લી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજી-૧ ડેમ થી આજી-૨ ડેમનો બેડી ગામ પાસેથી પસાર તો ૧૫૦ ફૂટ રીંગરોડ સુધીનો ૧૧ કી.મી. સુધીનો વિસ્તાર આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે રાજકોટ મહાનગરપાલિકાને સોપવાનો નિર્ણય કરેલ છે.
આ નિર્ણય કરવા બદલ શહેરીજનો વતી મેયર ડો.જૈમન ઉપાધ્યાયે આભાર વ્યક્ત કર્યો હતો.
આજી રિવરફ્રન્ટ તા રાજકોટ શહેરને ખુબ જ સુંદર નજરાણું આપેલ છે. અને પ્રવાસન પર્યટકોને હરવાફરવા માટેનું સ્ળ મળશે.