લગ્નજીવન ટકાવી રાખવા માટે અનેક સર્વે હાથ ધરાતાં હોય છે. એક સર્વે પ્રમાણે સફળ લગ્નજીવનમાં થેંક્યું કહેવાથી અનેક વાત, વિવાદ અને ઝઘડાનો અંત આવી જાય છે. અમેરિકામાં થોડા સમય પહેલાં એક સંશોધન યું હતું. જેમાં અનેક યુગલનો સર્વે કરવામાં આવ્યો. આ સર્વેના પરિણામ રૃપે એવું તારણ નીકળ્યું કે, લગ્નજીવન ટકાવી રાખવા માટે પતિ-પત્ની વચ્ચે સૌથી વધુ શબ્દોની આપ-લે થાય છે એ શબ્દ છે થેંક્યું. સોરી કહેવાથી વાત પૂરી નથી થતી, પણ થેંક્યું શબ્દ લગ્નજીવનને ટકાવી રાખવા મહત્ત્વનો છે.
આગ પાણીનો રોલ
ભારતીય યુગલોની વાત કરીએ તો આપણે ત્યાં વડીલો એવું કહે કે, પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય ત્યારે એક આગ હોય તો બીજાએ કંઈ વિચાર્યા વગર પાણીનો રોલ ભજવવો પડે. ભારતીય પરિવારમાં બાળકોનો ઉછેર વિદેશની સરખામણીમાં અલગ રીતે થાય છે. આપણે ત્યાં દીકરા અને દીકરીને એકસમાન ગણવાની વાત કરવામાં આવે છે, પરંતુ તેનું અનુસરણ બહુ જ ઓછા પરિવારોમાં થાય છે. એક જ પરિવારમાં દીકરો અને દીકરી વચ્ચે અનેક ભેદભાવ કરવામાં આવે છે. આ જ અસમાનતા દીકરા કે દીકરીની જિંદગી સોએટલી બધી વણાઈ જાય છે કે, દીકરીની જિંદગીમાં એવો નિયમ બની જાય છે કે, એની જિંદગી સો જોડાયેલાં પુરુષપાત્રો જેમ કે ભાઈ, પિતા, પતિ, દિયર, સસરા તો આવા જ હોય. સામા પક્ષે દીકરાના દિમાગમાં પણ એના ઉછેર અને માહોલ પ્રમાણે અનેક માન્યતાઓ અને ગેરમાન્યતાઓ ઘર કરી ગઈ હોય છે.
કહેવાનો મતલબ એ છે કે, આપણે ત્યાં જો આવો સર્વે કરવામાં આવે તો તેનું પરિણામ જુદું આવે. કેમ કે, આપણે ત્યાં સ્ત્રી અને પુરુષ બંનેના ઉછેરના પરિમાણ જુદાં છે. કદાચ આપણે ત્યાં એવું પરિણામ પણ આવે કે, થેંક્યું નહીં સોરી કહેવાથી લગ્નજીવન સુખી ઈ જાય છે.
પ્રેમ લગ્ન હોય કે માતા-પિતાએ ગોઠવેલા લગ્ન હોય, લગ્ન જીવનની નિષ્ફળતા માટે આપણે પોતે જ જવાબદાર છીએ. તાળી એક હાથે પડતી નથી. તાળી પાડવા માટે બે હાથ જવાબદાર હોય છે એ જ પ્રમાણે લગ્ન જીવનની નિષ્ફળતા માટે બંને પક્ષ જવાબદાર છે અને કેટલીકવાર બાહ્ય પરિબળો, અન્ય સગા-સંબંધીઓ પણ સંબંધ તોડવા પાછળ જવાબદાર હોય છે. પ્રેમલગ્નમાં આપણે આપણી પસંદગી જાતે જ કરીએ છીએ. પરંતુ લગ્ન પછી થોડા જ દિવસોમાં જ પ્રેમ પાછલી બારીએથી ઉડણ છૂ થઈ જાય છે. અને ઘર ગૃહસ્થી ડગમગવા લાગે છે. અને સાત જનમનાં બંધન એક જનમ તો ઠીક સાત મહિના પણ ટકી શકતા નથી. છૂટાછેડા પાછળ પાત્રની પસંદગીને દોષ આપવામાં આવે છે. એક સમયે અતિ પ્રિય એવું પાત્ર એકદમ અકારું કેમ બની જાય છે? આ સમયે પ્યાર સાથે સાથે મિત્ર જેવો વ્યવહાર, મિત્રતાપૂર્ણ વિચાર બંનેમાં હોય તો સંબંધ તૂટવાનું કોઈ કારણ નથી. કારણ કે, તે સમયે આપણે એકબીજાની ભાવનાઓની કદર કરીએ છીએ. આપણા આવા વર્તનથી સામેના પાત્રને ઠેસ પહોંચશે, એનો અહ્મ ઘવાશે, તેને ખરાબ લાગશે એવો વિચારો આપણા મનમાં ઉત્પન્ન થાય છે. આમ એક બીજા પ્રત્યેનું માન-સન્માન વધી જાય છે. અને સંબંધોનો સેતું વધુ મજબૂત થઈ જાય છે.
કોઈપણ સંબંધને મજબૂત બનાવવા ઈમોશનલ બોન્ડ જરૂરી છે. સંબંધની શરૂઆતમાં તમામ કપલ એકબીજાની ફિલિંગનું પૂરું ધ્યાન રાખે છે પરંતુ જેમ જેમ સમય પસાર થાય તેમ પ્રેમ અને ઈમોશન ખતમ થઈ જાય છે. ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે આમ જોવા મળે છે. આના કારણે સંબંધમાં ઝઘડા વધી જાય છે. ક્યારેક ઝઘડા એટલા વધી જાય છે કે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. રોજબરોજના નાના-નાના તણાવ સંબંધને નબળો બનાવી દે છે. આવી સ્થિતિમાં સંબંધને મજબૂત બનાવવો એ પતિ-પત્ની બંનેની ફરજ છે. વિવાહિત જીવનમાં સંબંધોને મજબૂત રાખવા માટે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો જાણીએ તેના વિશે…
સમસ્યાઓ પર ધ્યાન આપો
પતિ-પત્ની એકબીજાને પ્રેમ તો કરે છે પણ એકબીજાની સમસ્યાઓ સાંભળવાનું પસંદ કરતા નથી. કેટલીકવાર તેઓ આ બાબતને કોઈ મહત્વ પણ આપતા નથી, પરંતુ તે ખોટું છે. તમે તમારા પતિની વાત સાંભળો અને ઉકેલ શોધવાનો પ્રયાસ કરો, તેનાથી સંબંધ મજબૂત થશે અને એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ વધશે.
કામમાં કરો મદદ
ઘર અને બહારના કામોમાં સંતુલન જાળવી રાખવા માટે એકબીજાને મદદ કરવાનું સુનિશ્ચિત કરો. આ વાતનું ધ્યાન રાખો કે બધી જવાબદારી તમારી પત્ની પર ન નાખો, આ સિવાય પત્નીએ પણ બધા કામ પતિ પર ન નાખવા જોઈએ. એકબીજાને સમાન રીતે મદદ કરીને તમે સંબંધોમાં મધુરતા જાળવી શકો છો.
કોઈ વાત છુપાવશો નહીં
રિલેશનશિપમાં ઘણી વખત પતિ-પત્ની એકબીજાથી વાતો છુપાવવા લાગે છે, પરંતુ તેના કારણે સંબંધ નબળો પડવા લાગે છે. ઘણી વખત જો પતિને બહારથી પત્ની વિશે કંઈક ખબર પડે તો તેનો વિશ્વાસ પણ તૂટી જાય છે અને સંબંધોમાં તિરાડ પણ પડી જાય છે. સંબંધોમાં જૂઠું બોલવાની આદતને કારણે ક્યારેક પત્નીને પરિવાર અને મિત્રોની સામે શરમ અનુભવવી પડી શકે છે. તેથી ધ્યાનમાં રાખો કે તમારા પાર્ટનરથી કોઈ વાત છુપાવશો નહીં.
એક-બીજાના મિત્ર બનો
સંબંધોને મજબૂત બનાવવા માટે પતિ-પત્નીએ એકબીજાના મિત્ર બનવું જોઈએ. આનાથી તમે કોઈપણ વાત તેમની સાથે સરળતાથી શેર કરી શકશો. પતિએ પત્નીની સામે પણ એવું જ વર્તન કરવું જોઈએ જેનાથી તે તેની સામે કન્ફર્ટેબલ અનુભવી શકે અને તેની સાથે તેની દરેક વાત શેર કરી શકે. આ સિવાય પત્નીએ પણ તેના પતિને એક સ્પેસ આપવી જોઈએ.
એકબીજાને માન આપો
જો સંબંધમાં સન્માન ન હોય તો તે લાંબા સમય સુધી ચાલી શકતો નથી. ખાસ કરીને પતિ-પત્નીના સુખી જીવન માટે વિશ્વાસની સાથે એકબીજાને માન આપવું પણ જરૂરી છે. કેટલીકવાર અણબનાવને કારણે તમારી પાર્ટનર સાથે દલીલ થઈ શકે છે. પરંતુ એકબીજાને માન આપીને અને સારી રીતે વાત કરવાથી સંબંધોમાં રહેલું અંતર દૂર થઈ શકે છે.
પતિ-પત્નીને પોતાના ચરણોની દાસી પોતાનાથી ઉતરતી ગણવાને બદલે પોતાની બરાબર સમજે તો મુસીબતોનો મોટો પહાડ પણ એક કીડી સમાન હળવો ફૂલ જેવો બની જાય છે. પતિ-પત્નીના સંબંધના પાયામાં જ પ્રેમ અને દોસ્તીનો નિ:સ્વાર્થ સંબંધ હશે તો આ સગાઈ કોઈપણ તોડી શકે તેમ નથી.
જીવનમાં એવી પણ ક્ષણો આવે છે જ્યારે આપણે સમજ્યા-વિચાર્યા વગર કેટલાક નિર્ણયો લઈ લઈએ છીએ જે માટે પાછળથી ઘણો પસ્તાવો થાય છે. પતિ-પત્નીના સંબંધમાં ટકરાવ આવે અથવા બંને એકબીજાને સમજી ન શકે ત્યારે બંનેમાંથી એક વ્યક્તિએ બીજાને તેની જાતને સમજવા અને પરખવા થોડો સમય આપવો જોઈએ જેથી સંબંધો વચ્ચેની તાણ દૂર થઈ જાય છે. આપણે આપણા બીજા સંબંધોમાં સમાધાન કરવા તૈયાર હોઈએ છીએ તો પછી પતિ-પત્નીના સંબંધમાં આમ કેમ ન થઈ શકે?
પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા પ્યાર, નિ:સ્વાર્થ, વૃત્તિ, પોતિકાપણું, એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના, સેવા ભાવ મિત્રતા જેવી વૃત્તિઓ જેટલી વધુ મળશે એટલા જ સંબંધો વધુ મીઠા અને મધુર બનશે. જેને કોઈ પણ પરિબળ અલગ કરી શકશે નહીં.