થાનગઢ ગામે તરણેતર રોડ પર જતા રસ્તા પર બે દુકાનો ભાડે રાખીને ડિગ્રી વગરના તબીબીને થાન પોલીસે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ આ ઘટના થાનગઢ ગામની છે જ્યાં તરણેતર રોડ તરફ પર રસ્તા પર બે દુકાનોમાં ધોરણ 10 સુધી ભણેલ ડિગ્રી વગરનો ડોકટર પ્રેક્ટિસ કરતો હતો. થાન પોલીસ પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલ બાતમીના આધારે વીમલ ક્લિનિક પર નજર કરતા રાજકોટનો તબીબ વિમલભાઈ કેશુભાઈ સીતાપરાને ઝડપી લીધો હતો.
આ અંગે ઝડપાયેલ બોગસ ડિગ્રી વગરના ડોકટર પાસે મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગે તેમજ ડિગ્રી સર્ટિફિકેટ,હોમિયોપેથીક કે આર્યુવેદીક સહિતના કોઈ સર્ટીફીકેટ નહિ હોવાનું જણાવ્યું હતું . આ તબીબ પોતે દવાખાને બેસીને દવાઓ ઈન્જેક્શનો આપતો હતો ત્યારે પોલીસે દવાઓ અને ઇન્જેક્શનો સહિત રૂ..30,605 નો મુદામાલ સાથે બોગસ ડિગ્રી વગરના તબીબને હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી..