પતંગ દોરી અને વિવિધ વસ્તુઓની ખરીદી માટે બજારોમાં લોકોની ભીડ
મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વાસીઓ દ્વારા મકરસંક્રાંતિની ધામધુમપૂર્વક ઉજવણી કરવા માટે હાલમાં શહેરી વિસ્તારોની બજારમાં પતંગ દોરી અને ખાણીપીણીની ચીજ વસ્તુઓની ખરીદી સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ દ્વારા હાથ માં કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ થનગની રહ્યા છે ત્યારે હાલમાં પતંગ દોરી અને વિવિધ ઉતરાયણ ની વસ્તુઓ ની ખરીદી માટે સુરેન્દ્રનગર જિલ્લાની બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.ત્યારે કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત રાજ્યમાં ઉત્સવપ્રેમી જનતાના ઘણા તહેવારો બરબાદ થઈ ચૂક્યા છે અને ઉત્સવપ્રેમી ગુજરાતની જનતા ઘણા તહેવાર ઉજવ્યા વિના જ પોતાના ઘરમાં રહી અને કોરોના થી બચી અનેક તહેવારોની ઉજવણી કરી છે ત્યારે હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોના ની પરિસ્થિતિ કાબૂમાં હોવાના કારણે સરકાર દ્વારા સરકારી ગાઇડલાઇન મુજબ મકરસંક્રાંતિના તહેવાર ની ઉજવણી કરવા માટે છૂટછાટ ગુજરાતવાસીઓ ને આપવામાં આવી છે ત્યારે પતંગ ઉત્સવ બંધ રાખવામાં આવ્યા છે
ત્યારે દોરી ઉત્પાદકો મા પણ હાલમાં ઉત્સાહનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે ત્યારે છેલ્લા દસ વર્ષમાં સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્તરાયણ પહેલા જિલ્લાવાસીઓ દ્વારા દોરી પતંગ અને ખાણીપીણીની વસ્તુઓ ની ખરીદી શરૂ કરવામાં આવી છે અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં પતંગ દોરી ખરીદવા માટે ગરાગી નો માહોલ જોવા મળી રહ્યો છે અને ચાલુ વર્ષે ૨૫ ટકા જેટલો વધારો પતંગ દોરી અને ખાણીપીણીની વસ્તુમાં નોંધાવા પામ્યો છે.