- ખ્યાતનામ કલાકારો હેમંત જોશી, હીના હીરાણી, વિશાલ વરૂ ખેલૈયાઓને ગરબે રમાડશે
- પ્રથમ વખત 32 લોકોની રિધમની ટીમ હશે: તડામાર તૈયારીઓ શરૂ
- ખેલૈયાઓને સારામાં સારી સુવિધા આપવાની અબતક સુરભીની નેમ
- રાસોત્સવની વિગત આપવા અબતક સુરભીના સભ્યોએ લીધી અબતકની મુલાકાત
નવરાત્રી મહોત્સવ ભારતભરમાં શકિતની ઉપાસનાનો પર્વ છે. ગુજરાતમાં તો નવરાત્રીની ઉજવણી રાસ અને ગરબાની રમઝટ સાથે દરેક લોકો નવે નવ રાત્રીએ ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક કરે છે. ગુજરાતના ગરબા તો માત્ર ભારતમાં જ નહી પરંતુ સમગ્ર વિશ્ર્વમાં વિખ્યાત છે. ત્યારે રંગીલા રાજકોટમાં પણ નવરાત્રી મહોત્સવની જાજરમાન ધમાકેદાર ઉજવણી કરવામાં આવે છે. શહેરના હાર્દ સમા રેસકોર્ષ ગ્રાઉન્ડમાં છેલ્લા 16 વર્ષથી અબતક સુરભી રાસોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવે છે. તો ખેલૈયાઓ થઈ જાવ તૈયાર અબતક સુરભીને સંગ ગરબા ધુમવા.
‘અબતક’ને સંગાથે ‘અબતક સુરભી’ના આયોજકો વિજયભાઇ વાળા, હર્ષ કોઠારી સહિતની ટીમ દ્વારા ‘અબતક સુરભી રાસોત્સવ’ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
એમ. આઈ. બાર એન્ટ્રી ગેઈટ, સાથે અવનવી લાઈટીંગ, સ્ટેજ, ગ્રાઉન્ડ સહિતની તમામ સુવિધાઓ ખેલૈયાઓને આપવામાં આવશે. આગામી 3 ઓકટોબરથી સતત નવ દિવસ સાંજ પડતાની સાથે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં રાસોત્સવનો સૂર્યોદય થશે. આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે.
અબતક સુરભી રાસોત્સવનાં આયોજન અંગે વિગત આપવા વિજયભાઈ વાળા, રવિભાઈ વાળા, વિશુભાઈ વાળા, અશ્ર્વીનભાઈ ભુવા, જીગરભાઈ ભટ્ટ, રાજેશભાઈ રાદડીયા, હીરેનભાઈ અકબરી, પ્રતીપભાઈ ચાવડા, સમીરભાઈ સોની, મેહુલભાઈ કેશરીયા, ધાર્મિક ચોવટીયા, હર્ષ કોઠારીએ અબતકની મુલાકાત લીધી હતી.
સતત 16માં વર્ષે ખેલૈયાઓ પારિવારીક માહોલમાં ગરબા રમશે: અશ્ર્વીનભાઈ ભુવા
અબતક મીડિયાના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે વાતચિત કરતા અશ્ર્વીનભાઈ ભુવાએ જણાવ્યું હતુ કે રાજકોટમાં ઘણા બધા આયોજનો થાય છે. પરંતુ અબતક સુરભીમાં પરિવાર જેવો માહોલ જોવા મળે છે. સૌ પારીવારીક માહોલમાં ગરબા રમે છે. દર વર્ષે અબતક સુરભી કાંઈ નવું જ આપવાનો પ્રયાસ કરે છે. આપણે એમઆઈ બારનો ગેઈટ આવેલ હતા. સૌરાષ્ટ્રભાં પ્રથમ વખત લાવેલ આ વખતે જોરદાર સ્ટેજ, લાઈટીંગ, એલઈડી સ્ક્રીન સાથે આ વખતે પ્રથમ વખત 32 લોકોની રીધમની ટીમ હશે. જેનું આઉટપૂટ જોરદાર આવશે. તથા ખેલૈયાઓને ગરબા કીંગ હેમંત જોશી, હિના હીરાણી, વિશાલ વરૂ ગરબે રમાડશે. આ વખતની ટીમ અબતક સુરભીમાં નવો કલર લાવશે. આ વખતે પણ આપણને ખેલૈયાઓ તરફથી ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો છે શરૂઆતના દસ દિવસમાં જ ખૂબ જસારૂ પાસનું વેચાણ થયું છે. આપણે જેટલો ખર્ચો કરીએ છીએ સામે એટલું જ સારૂ આઉટ પૂટ આપવાનાં પ્રયાસો કરીએ છીએ. અમે વર્ષોથી વિજયભાઈ સાથે સંકળાયેલા છીએ. તેમનો નેચર ખૂબજ સારો છે. દરેકની વાતને સાંભળે છે. કમીટી મેમ્બર મિત્રો, તથા સિઝન પાસ હોલ્ડરની વાત સાંભળી તેમાં ફેરફાર કરવા, કોઈ અપડેટ લાવવાનું હોય તો તેને સાંભળીને બિજે દિવસે તેને અમલમાં પણ મૂકે છે. અત્યારથી અમે બધા રાત્રે સાથે બેસીએચર્ચા કરીએ અને જમીએ છીએ અને ગરબા વખતે પણ આ જ વસ્તુ કરીએ છીએ.
અબતક સુરભીએ પરિવાર છે- એક વિચાર છે: જીગર ભટ્ટ
અબતક સાથેની વાતચિતમાં જીગરભાઈ ભટ્ટએ જણાવ્યું હતુ કે 2008થી સુરભી રાસોત્સવની શરૂઆત થઈ હતી આ વર્ષે 16માં વર્ષમાં મંગલ પ્રવેશ કરીએ છીએ. અબતક સુરભીએ પરિવાર છે. એક વિચાર છે. અમારે ત્યાં ગરબા રમવા આવનાર બેન દિકરીઓનીસલામતી શાંતી જળવાઈ રહે તેવો અમારો હરહંમેશ ઉદેશ્ય રહ્યો છે. અબતક સુરભી રાસોત્સવમાં તમામ ખેલૈયાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં ગરબા રમી શકે તે માટે અમારી અબતક સુરભીની ટીમ તત્પર રહે છે. અબતક સુરભીએજ બાઉન્સર રાખવાની શરૂૃઆત કરેલ હતી દર વર્ષે અમને ખેલૈયાઓનો ખૂબજ સારો પ્રતિસાદ મળે છે. આ વખતે કલાકારો હેમંત જોશી, હિના હિરાણી, વિશાલ વરૂ ખેલૈયાઓને થરકવા પર મજબૂર કરશે.
અબતક સુરભી હર હંમેશ કંઈક નવું આપવા તત્પર: રાજેશભાઈ રાદડીયા
અબતક સાથેની વાતચિતમાં રાજેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતુ કે અમે ખેલૈયાઓને સારામાં સારી સુવિધા આપવા માટે તત્પર છીએ. આ તમામ કાર્યને સફળ બનાવવા વિજયભાઈ વાળાનો ખુબજ સાથ સહકાર રહ્યો છે. અબતક સુરભીની ટીમ ખેલૈયાઓ સારામાં સારી રીતે ગરબા રમી શકે તે માટે તમામ બાબતોનું ધ્યાન રાખે છે. અમારી ટીમમાં નાનાથી લ મોટા બધા જ છે. બધાજ નું અલગ બોન્ડીંગ છે. ટીમ વર્કથી કામ કરવામાં ખૂબજ આનંદ આવે છે જે તે વ્યકિતને તેનું કામ તેના અનુભવના આધારે સોપવામા આવે છે. દરેક વ્યકિતમાં એક સ્કીલ હોય ક્રિએટીવીટી હોય છે તો વિજયભાઈ દરેક લોકોની વાત સાંભળે છે જે તે વાત યોગ્ય લાગે તો તેના પર અમલ પણ કરે છે. દરેક કમીટી જેમકે રીધમીસ્ટની, સીગરોની કમીટી, ગ્રાઉન્ડ કમીટી દ્વારા દરરોજ રાત્રે ફિડબેક આપવામાં આવે છે. ખેલૈયાઓના ફિડબેક લેવામાં આવે, કોઈ ફેરફાર હોય તો તેની ચર્ચા કરવામાં આવે છે.