કલ્પસૂત્રની ઉછામણીનો લેશે લાભ: પૂ. ગુરૂભગવંતોની વ્યાખ્યાન સંઘ પૂજન, મહાપૂજા તેમજ ભગવાન અદભુત અંગ રચના કરાય
પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે ચોથો દિવસે જેના તપ, ત્યાગ, આરાધના સાથે ભકિતમય બન્યા છે. ત્યારે આજે દેરાવાસી સંઘોમાં કલ્પ સૂત્ર વાચનની શરુઆત થશે આજે વ્યાખ્યાન દરમિયાન પૂ. ગુરૂભગવંતોએ કલ્પ સૂત્રોના મહિમા સમજાવ્યો હતો અને ઉછામણી કરાશે
કલ્પસૂત્ર ના મહિમા દર્શાવવા દરમિયાન કલ્પસૂત્રના મહિમા દર્શાવવા દરમિયાન કલ્પ સૂત્રની ઉછામણી કરવામાં આવે છે અને જે ભાગ્યશાળીઓ પોથી ઉછામણીનો લાભ લે છે. તે પોથી પોતાના નિવાસે વાજતે ગાજતે લઇ જાય છે કાલે સવારે પૂ. ભગવંતોને કલ્પસૂત્ર વૈરાણીને વાંચન શરૂ કરશે.
જૈન દર્શનનો પાયો સર્વ ત્યાગનો છે આમ છતાં દરેક જૈન જે કંઇ છોડી શકે તેને ત્યાગરૂપ ગણવામાં આવ્યું છે. આવા ત્યાગની પરંપરા હજારો વર્ષથી ચાલી આવી છે.કાલે મહાવીર સ્વામીનું જન્મ વાંચન થશે અને 14 સ્વપ્નોની ઉછામણી કરાશે વીર પ્રભુના પારણાની બોલી બોલાશે.
માડવી ચોક, વર્ધમાનનગર:, મણીયાર દેરાસર, જાગનાથ દેરાસર, શાંતિમય એરપોર્ટ રોડ જીનાલય નાગેશ્ર્વર પાર્શ્ર્વનાથ, કાલાવડ રોડ વગેરે સહિતના દેરાસરમાં મહાવીર જન્મ વાંચન કરશે તેમજ જુદી જુદી આંગીના શણગાર દર્શન કરવામાં આવી હતી.
પરભાવથી સ્વભાવમાં સ્થિર થવા માટે પર્યુષણ પર્વ છે: ધીરજમુનિ મ.સા.
પર્વાધિરાજ પર્યુષણ પર્વ અંતરમાં ડોકીયું કરવા માટે છે પોતાની ભૂલોની સંશોધન કરવા માટે છે નાના નાના નિમિત્તો અને ડગલેને પગલે ઉભી થતી પરિસ્થિતિમાંથી સજાગતાપૂર્વક પસાર થવાનું છે.
પર્યુષણ પર્વની પુનિત પળ, પર ભાવથી સ્વભાવમાં પાછા ફરવા માટે છે. જગતમાં નામ ગમે તેટલું મોટું હોય, પરંતુ બીજાને ઉપયોગી ન બની શકીએ તો શું કામનું ? પૈસો જિંદગી માટે જરુરી છે પણ તમે તેને અનિવાર્ય બનાવી દેશો તો પૈસાની ખાતર જીવનના મોંઘેરા વરસો સાવ વેડફાઇ જશે. પૈસાની જરુર છે. આરામથી જીવવા માટે મજેથી રહેવા માટે ! રૂપિયા જરુરી છે એના વગર જીવી ના શકાય પણ રૂપિયા એટલા બધા ના હોવા જોઇએ કે જિંદગી જ બીનજરુરી બની જાય ! Live With Mioney, Not For Money પૈસા સહિત જીવો પૈસા માટે ન જીવો.
પૈસો ન જાણે કેવા કામો કરાવે છે અને જયારે પૈસો જ બેશરમ થઇને બોલવા માંડે છે ત્યારે સચ્ચાઇ શરમાઇ જાય છે. જિંદગી સંકોચાઇને બહુ પાછળ રહી જાય છે ! પોતાના લાભ માટે ભલા બનો. જેના જીવનમાં દાન નહીં તેને કયાંય સ્થાન નહિ. લક્ષ્મી ચંચલ છે. તેની ત્રણ જ ગતિ છે (1) દાન (ર) ભોગ અને (3) નાશ
પૈસા માટે પરસ્પરનો પ્રેમભાવ ન ઘટે અને એકબીજાના મૈત્રી ભાવ ટકી રહે તે અતિ જરુરી છે. પૈસાનું બીજું નામ ‘દોલત’ છે આવે ત્યારે દોલત અને જાય ત્યારે બે લાત મારીને જાય છે !
કોઇ કે સાચું જ કહ્યું છે કે, સરોવર કરતાં વાદળા વખણાય છે અને પૈસાદાર કરતાં દાનવીર વધુ વખણાય છે આજે પણ દુનિયા ભામાશા, જગડુશા, ખેમો દેદરાણી વગેરેને યાદ કરે છે.
જીવનમાં ‘યોગી’ ન બની શકાય તો બીજાને ‘ઉપયોગી’ બનવાનું સૂત્ર અપનાવવું જરુરી છે.
દુનિયામાં જૈનોની વસતી અલ્પ હોવા છતાં પ્રમુ મહાવીરના અપરિગ્રહના સિઘ્ધાંતને કારણે જૈનોનું દાન અઢળક છે.
ધર્મસ્ય આદિ પદં દાનમ ! ધર્મની શરુઆત દાનથી જ થાય છે જૈન શાસ્ત્રોમાં નવ પ્રકાશના પુણ્ય બતાવ્યા છે.
“ભુખ્યાને ભોજન તરસ્યાને પાણી
કરો ઉપકાર કમાણી ,: એ છે પ્રભુ વીરની વાણી”
અન્ન, પાણી, વસ્ત્ર, વસતી સામગ્રી તેમજ મન, વચ, કાયાને શુભભાવમાં રાખવાથી અને વડીલોનો વિનય કરવાથી નમસ્કાર પુણ્ય બંધાય છે. પર્યુષણમાં પરિગ્રહની આશકિત છોડી ધર્મ અને સમાજના સારા કાર્યમાં સંપતિનો સદવ્યય કરી લક્ષ્મી બનાવવાનો શુભ ભાવ કરી આગળ વધવાનું ભૂલશો નહીં.
ઉવસગ્ગહરં સાધના ભવન વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમનું આયોજન
રાષ્ટ્રસંત યુગ દિવાકર પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત 4, આફ્રીકા કોલોની સ્થિત શ્રી ઉવસગ્ગહર સાધના ભવન (પારસધામ) રાજકોટની પાવન ધરા પર ચાતુર્માસ અર્થે ઉગ્ર તપસ્વી રત્ન પૂ. વનિતાબાઈ મ. આદિ ઠાણા-4 સુખ શાતામાં બિરાજી રહ્યા છે અને વર્તમાન ક્ષમાપના ઉત્સવ-ર0રર અનુસાર પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસો ધર્મમય વાતાવરણમાં તપ-જપ વિગેરે ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભવ્યતાથી સંપન્ન થઈ રહેલ છે.
દરરોજ સવારે 09:00 કલાકે પૂ.મહાસતીજી વ્યાખ્યાન ફરમાવી વિતરાગ વાણીનું રસપાન કરાવી રહ્યા છે. ભાવિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ભાવપૂર્વક ધર્મારાધના કરી રહ્યા છે.વિશેષ આગામી રવિવાર તા.28/08/2022ના પાવન દિવસે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક અવસરે વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ જન્મોત્સવ અવસરે પૂ. મહાસતીજી સવારે 09:15 થી 10:30 કલાકે પ્રવચન ફરમાવશે જે ઉવસગ્ગહરં સાધના ભવન ખાતે રહેશે. તેમજ બપોરે 02:30 થી 05:30 કલાક દરમિયાન ભગવાન મહાવીર સ્વામીના અવતરણ સમયે માતા ત્રિશલાદેવીને આવેલા 14 મહા સ્વપ્નોના અલૌકિક દર્શન તથા સુમધુર સંગીતની સુરાવલી સાથે 14 મહા સ્વપ્નના પ્રતિકોની ઉછામણી કરવામાં આવશે.
રવિવાર તા. 28/08/ર022ના બપોરનો કાર્યક્રમ પારસ હોલ, પારસ સોસાયટી, નિર્મલા રોડ ખાતે યોજવામાં આવેલ છે.
સર્વ ગુરુભક્તો તથા ધર્મ પ્રેમી ભાવિકોએ ઉપસ્થિત રહી મહાવીર જન્મોત્સવના સહભાગી થવા શ્રી ઉવસગ્ગહરં સ્થા. જૈન સંઘ દ્વારા નિવેદન કરવામાં આવેલ છે.
ત્રૈલોક્ય પ્રકાશક તારક તીથઁકર પ્રભુ મહાવીરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નનું મહાત્મય
દરેક તીથઁકરની માતાને ચૌદ મહા સ્વપ્ન આવે છે
માતા ત્રિશલાને સપના આવ્યા બાદ ધમે જાગરણ કરી રાત્રિ વ્યતિત કરે છે.સવારમાં ત્રિશલા માતા પોતાને આવેલા સપનાની વાત મહારાજા સિધ્ધાથેને કરે છે.રાજા રાજ્યના કૂશળ – વિદ્વાન સ્વપ્ન પાઠકોને બોલાવી તેના અથેને જાણે છે. ચાલો….આપણે પણ કલ્યાણકારી, મંગલકારી એવા મહા સ્વપ્નાઓનું મહાત્મય જાણીયે….
(1) હાથી : હે માતા… આપનો પુત્ર જગતમાં હાથીને જેમ નિભેય થઇને વિચરશે.
(2) ઋષભ : આવનાર વીર પુત્ર તેના જ્ઞાન અને ચારિત્ર બળથી વિષય – કષાયરૂપી કાદવ – કીચડમાં સંસારમાં ફસાયેલા અનેક જીવોને બહાર કાઢશે.
(3) સિંહ : આ શુરવીર પુત્ર સિંહ ળની જેમ પરાક્રમી બની શાસનની ધુરા સંભાળશે.નીડર – નિભેય બનીને વિચરશે.
(4) લક્ષ્મી : હે માતા …આપનો પુત્ર ભૌતિક લક્ષ્મીનો ત્યાગ કરી શાશ્વતી એવી મોક્ષ લક્ષ્મીને વરશે.
(5) પુષ્પની બે માળા : આવનાર બાળક મોટો થઇ આગાર અને અણગાર ધમે સમજાવી તીથેની સ્થાપના કરશે.
(6) ચંદ્ર : હે માતા… આપનો પુત્ર ચંદ્ર સમાન શીતળ તેમજ સૌમ્ય હશે.
(7) સૂયે : આવનાર બાળક જગતમાંથી મિથ્યાત્વના અંધારા દૂર કરી,દીપક અને સૂયે સમાન તેજસ્વી – ઓજસ્વી બનશે.
(8) ધજા : જેમ મંદિર પર રહેલી ધજાથી દૂરથી ખ્યાલ આવે છે તેમ આપના પુત્રની પણ યશ કીર્તિ દૂર – સુદૂર ફેલાશે.
(9) કળશ : અમૃતના કળશમાંથી જેમ અમૃતપાન કરાવી શકાય તેમ આપનો લાલ…જિનવાણી રૂપી જગતને જ્ઞાનામૃત પીવડાવશે.
(10) પદ્મ સરોવર : શુભ અને પ્રેમનું પ્રતિક છે,આવનાર બાળક જયાં પણ જશે પ્રેમ અને પ્રસન્નતા ફેલાવશે.
(11) ક્ષીર સમુદ્ર: હે માતા…તમારો પુત્ર સમુદ્રની જેમ અનેક જીવાત્માનો આધાર અને નાથ બનશે.
(12) દેવ વિમાન : સદ્ ગતિનું પ્રતિક છે.હે માતા… તમારૂ સંતાન અનેકના સદ્ ગતિનું નિમિત્ત બનશે અને સ્વયં સિદ્ધ ગતિને વરશે.
(13) રત્ન રાશિ : ભૌતિક સમૃદ્ધિને પ્રગટ કરવા માટે જેમ લક્ષ્મીનું મહત્વ છે એવી રીતે આત્મિક ગુણોને પ્રગટ કરવા રત્ન રાશિનું મહત્વ છે.
(14) અગ્નિ : હે…રત્નકુક્ષિણી માતા…જેવી રીતે અગ્નિ પ્રજવલિત થવાથી અંધારું ચાલ્યું જાય છે તેમ આપનો લાડકવાયો કેવળ જ્ઞાન અને કેવળ દશેનને પ્રાપ્ત કરી દુનિયાનો પ્રકાશનો પૂંજ અને તારણહાર તીથઁકર બનશે.
જશાપરમાં ધીરગુરુદેવની નિશ્રામાં મહાવીર જયંતિની ઉજવણી
જશાપર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં પ્રથમવાર મહાવીર જયંતિની રવિવારે ઉજવણી નીમીતે પ્રભાત ફેરીનું આયોજન કરાયું છે. તેમજ પ્રવચનમાં મહાવીર જયંતીની ઉજવણી કરાશે.ગૌશાળાના વાર્ષિક દત્તક યોજનાનો નકરો 11000 રાખેલ છે. મોતીબેન કરમુર માસ ક્ષમણ તપમાં આગળ વધી રહ્યા છે. સેવા સંકુલમાં થાળી વાટકાના સેટના રૂ. 250 ના નકરામાં અનેક ભાવિકો 100, 51, 25, 11 સેટનો લાભ લઇ રહ્યા છે. 14 સ્વપ્નમાં 27000 ના નકરામાં લાભ લઇ શકાશે. શાસનપ્રગતિનું આજીવન ડીસ્કાઉન્ટ લવાજમ 1000 રૂપિયા સંવત્સરી સુધી છે. લવાજમ વૈશાલીનગરમાં શ્રી જશ પ્રેમ ધીર સંકુલ ખાતે સવારના 10 થી 1ર કલાક દરમિયાન મીરાબેન શાહ પાસે ભરી શકાશે. વધુ વિગત માટે મો.નં. 98242 33272 નો સંપર્ક કરવો.
- કચ્છ પુનડીમાં રચાશે કાલે ક્ષત્રિય કુંડનગર
- 4 મહાસ્વપ્નોની દિવ્ય વણઝારના દર્શન ભક્તિભાવે પ્રભુ જન્મોત્સવના વધામણા
- પ્રભુ જન્મોત્સવ નિમિતે હજારો ગરીબ પરિવારોને મિષ્ટાનનું વિતરણ સાથે અનેક સત્કાર્યોનું આયોજન
આ અવની પર જેમનું અવતરણ અનંત જીવો માટે કલ્યાણનું કારણ બની રહ્યું એવા જૈન દર્શનના 24માં તીર્થંકર ભગવાન મહાવીરના જન્મોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે કચ્છના પુનડી ગામ ખાતે આવતીકાલ રવિવાર, સવારના 09:00 કલાકે કરવામાં આવ્યું છે. પુનડી ગામના વતની અને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદી 42 સંત- સતીજીઓના કલ્યાણકારી ચાતુર્માસ નો સમગ્ર લાભ લેનાર પરિવારના સહયોગે પરમ ગુરુદેવના સાંનિધ્યે ઉજવાઈ રહેલા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના વ્યતિત થઈ રહેલા એક પછી એક દિવસ સર્વત્ર જિનશાસનની ધજા-પતાકા લહેરાવીને અનેક આત્માઓને ધન્ય બનાવી રહ્યા છે ત્યારે, રવિવારે આયોજિત પ્રભુ જન્મોત્સવના અવસરે પુનડી ગામના પટેલ, ક્ષત્રિય, ગોસ્વામી આદિ અનેક જ્ઞાતિના પરિવારો ઉપરાંત સમગ્ર ભારતના ખૂણે-ખૂણેથી તેમજ વિદેશના લાખો ભાવિકો પ્રત્યક્ષ તેમજ લાઈવના માધ્યમે જોડાઈને પ્રભુ જન્મોત્સવના ભક્તિભીના વધામણા લેવા આતુર બની રહ્યા છે.
વિશેષમાં પ્રભુ મહાવીરના અવતરણ સમયે માતા ત્રિશલાદેવીને આવેલા 14 મહાસ્વપ્નની દિવ્ય વણઝારના દર્શન સાથે પ્રભુના અપ્રતિમ ગુણોને પ્રગટ કરતા કરતા ગીત-સંગીત-કીર્તન અને ભક્તિ ભાવથી ‘ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી’નો નાદ ગજાવી પ્રભુ જન્મોત્સવના વધામણાઓ લેવામાં આવશે. પ્રભુની ભક્તિમાં તન્મય બનેલા લાખો ભાવિકોના હૃદયના આનંદ, ઉત્સાહ અને શ્રદ્ધાભાવ સાથે કલાકો સુધી ચાલનારા પ્રભુ જન્મોત્સવના આ અવસર નિમિત્તે પરમ ગુરુદેવ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપના ઉપક્રમે સમગ્ર દેશના અનેક ક્ષેત્રોના હજારો ગરીબ પરિવારોમાં મિષ્ટ લાડવાના વિતરણ સાથે સહુના મુખ પર પ્રભુ જન્મોત્સવનો આનંદ અને મીઠાશ પ્રસરાવવામાં આવશે.
- મહાવીર નગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ સંયોજક અનિલભાઈ સાઈનું અભિવાદન
મહાવીર નગર સંઘ પ્રમુખ સેવાભાવી પ્રફુલ્લભાઈ જસાણી,માનદ્દ મંત્રી સુધીરભાઈ બાટવીયા, હરીશભાઈ મહેતા સહિતના હોદેદારો તથા કમિટી સદ્દસ્યો પ્રતાપભાઈ વોરા, મુળવંતભાઈ સંઘાણી, રમેશભાઈ દોમડીયા, જગદીશભાઈ શેઠ, વિરેનભાઈ શેઠ, નિતીનભાઈ પારેખ વગેરે શ્રેષ્ઠિવર્યોએ એડવોકેટ અનિલભાઈ દેસાઈને શાલ તથા અષ્ટ મંગલ,ચૌદ સપના સાથે નમસ્કાર મહામંત્રનુ સ્મૃતિ ચિન્હ આપી સન્માનીત કરી અભિનંદન પાઠવેલ.ગોંડલ સંપ્રદાયના પ્રવચન પ્રભાવક ગુરુણી મૈયા પૂ.ભાનુબાઈ મ.સ.એ સાધુવાદ પાઠવતા જણાવ્યું કે જેતપુર નિવાસી અનિલભાઈ તથા સમગ્ર દેસાઈ પરિવાર સેવા અને ધમેના રંગાયેલા પરિવાર છે. આ અવસરે જૈન એડવોકેટ ફોરમના રાષ્ટ્રીય સદ્દસ્ય કમલેશભાઈ શાહ,જૈન સાહિત્યકાર મનોજભાઈ ડેલીવાળા,કનુભાઈ બાવીસી,પ્રતિક્રમણ મંડળના નિલેષભાઈ શાહ,ઉદાર દિલા વિજયભાઈ મહેતા, મોટા સંઘના પૂર્વ ટ્રસ્ટી સુશીલભાઈ ગોડા તથા નલીનભાઈ દેસાઈ,અરવિંદભાઈ વોરા,ગીરિશભાઈ વોરા સહિત વિશાળ સંખ્યામાં શ્રાવક – શ્રાવિકાઓ ઉપસ્થિત રહેલ. મંગલ પાઠ – માંગલિક પૂ.ભાનુબાઈ મ.સ.એ ફરમાવેલ.કાયેક્રમનુ સુંદર સંચાલન મુળવંતભાઈ સંઘાણીએ કરેલ તેમ મહાવીર નગર સંઘની યાદિમાં જણાવાયુ છે.
રાજકોટ જૈન તપગચ્છ સંચાલિત મણીયાર દેરાસર ખાતે પર્વાધિરાજ પર્યુષણ પર્વ નિમિત્તે દરરોજ રાત્રે જૈન ભક્તિ સંગીતનું આયોજન કરાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સુપ્રસિદ્ધ જૈન ભક્તિકાર અંકુર શાહ જૈન ભક્તિરૂપી સંગીત થકી ભગવાન મહાવીરના રંગમાં જૈનોને રંગી રહ્યા છે. ત્યારે મણીયાર દેરાસરના પંકજભાઈ કોઠારીએ આ અંગે કહ્યું હતું કે, તપ અને ત્યાગના પર્વ પર્યુષણ નિમિતે પરમાત્માની ભક્તિ કરવામાં આવતી હોય છે. વિશેષ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણનું વાંચન થાય ત્યારે ભગવાને જે શાસનની સ્થાપના કરી હતી તે દિવસ વૈશાખ સુદ અગિયારસનો હતો તે દિવસના પ્રતીકરૂપે આજના દિવસની ઉજવણી કરવામાં આવી છે. દેરાસર ખાતે શાસન ધ્વજ ફરકાવામાં આવ્યો છે, તમામ શ્રાવક-શ્રવિકાઓએ હાથમાં શાસન રાખી શાસન ગીત ગાયું અને શાસન પ્રત્યેનો પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું હતું કે, આ તકે અંકુર શાહ કે જેઓ આંતરરાષ્ટ્રીય ભક્તિકાર છે જેમણે અહીં ખૂબ જ સરસ શાસન અંગેના ગીતો લઈ એક એવો માહોલ ઉભું કરી સૌને માહોલમય કરી દીધા હતા. આ તકે તેમણે વધુમાં સમાજને અપીલ કરતા કહ્યું હતું કે,જૈન ધર્મ ક્ષમાનો ધર્મ છે. ક્યારેય કોઈ પ્રત્યે વેર ભાવ ઉભો ન થાય, હિંસાનું વાતાવરણ મટી જાય તેવી અપીલ કરું છું. પરમાત્માએ પણ અહિંસા, પરિગ્રહ અને ક્ષમાનો સંદેશ આપ્યો છે અને તેનું જો પાલન થાય તો વિશ્વ શાંતિનું પાલન ચોક્કસ થઈ શકે છે.