શાસન, સુશાસન, ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, ડિજિટલાઈઝેશન, આરોગ્ય જેવાં અનેક ક્ષેત્રોમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીધેલાં ક્રાંતિકારી પગલાંઓને લીધે ગુજરાત ભારતનું પ્રથમ ક્રમનું સુશાસીત રાજય
સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૪માં જન્મદિવસ નિમિત્તે રાજકોટ સહિત રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ છે. ઠેર-ઠેર રક્તદાન કેમ્પ સહિતના સેવાકીય આયોજનો ઘડી કાઢવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ મળી રહી છે. ‘અબતક’ પરિવાર સાથે ઘનિષ્ઠ સબંધો ધરાવનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને હંમેશા જનતાની સેવા કરવા માટે શક્તિ મળે તેવી પ્રાર્થનાઓ થઈ રહી છે. જ્યારે તેઓનો પ્રદેશ ભાજપ મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા ત્યારે અવાર-નવાર ‘અબતક’ના આંગણે પધારતા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ પ્રમ વખત તેઓ જ્યારે ‘અબતક’ના મોઘેરા મહેમાન બન્યા ત્યારે ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતીષભાઈ મહેતાએ તેઓને અનેક સુચનો કર્યા હતા.
જેનો તેઓએ સહર્સ સ્વીકાર કર્યો હતો અને રાજ્ય સરકારના વહીવટી વડા તરીકે આ સુચનોને તુર્ત જ અમલમાં મુકયા હતા. તેના સારા પરિણામો પણ સરકારને પ્રાપ્ત થયા છે.
લોકસભા ૨૦૧૪ની ચૂંટણી પહેલા ‘અબતક’ના બહુ લોકપ્રિય બનેલા કાર્યક્રમ ચાય-પે ચર્ચામાં પણ વિજયભાઈ રૂપાણી હોંશભેર જોડાયા હતા અને તેઓએ દેશની વર્તમાન અને ભવિષ્યની સ્થિતિ અંગે મુકતમને ચર્ચા કરી હતી. પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા બાદ તેઓએ ખુબજ ટૂંકા ગાળામાં પારિવારીક સંબંધોના નાતે ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને ખાસ્સો એવો સમય પસાર કર્યો હતો. સ્ટાફ પરિવાર સાથે પણ હોંશભેર ફોટા પડાવ્યા હતા જે આજે પણ ‘અબતક’ માટે એક યાદગાર સંભારણુ છે. વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા બાદ વિજયભાઈ ‘અબતક’ના આંગણે પધાર્યા હતા. ત્યારે તેઓને પરિવાર દ્વારા વિજયભવ:ની શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને તેઓ પર ગુલાબના પુષ્પોથીવર્ષા કરવામાં આવી હતી. આ શુભેચ્છા ખરા અર્થમાં સવાઈ સાર્થક થઈ હોય તેમ રાજકોટ પશ્ચિમ બેઠક પર વિજયભાઈ અત્યાર સુધીની સૌથી તોતીંગ અને રેકોર્ડબ્રેક લીડ સાથે વિજેતા બન્યા હતા.
‘અબતક’ના નવા સાહસ આઈ એમ ન્યુ ગુજરાતી પણ લોન્ચીંગ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ‘અબતક’ આયોજીત નવરાત્રી મહોત્સવમાં પણ મુખ્યમંત્રીએ ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે હાજરી આપી હતી. ‘અબતક’ પરિવાર સાથેનો પારિવારીક ધરોબો અને ગાઢ સંબંધ વિજયભાઈએ મુખ્યમંત્રી બન્યા બાદ પણ જીવંત રાખ્યો છે. આટલું જ નહીં આ સંબંધને વધુ ગાઢ કર્યો છે.
આજે જ્યારે તેઓના ૬૩માં જન્મદિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ‘અબતક’ પરિવાર તેઓને અઢળક શુભકામના પાઠવે છે. ભગવાન તેઓને તંદુરસ્તી સાથે લાંબુ આયુષ્ય આપે તેવી પરિવાર દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે. ગુજરાતના સાડા છ કરોડની જનતાની સેવા કરવા માટે તેઓને શક્તિ પ્રદાન કરે તેવી પણ પ્રાર્થના કરાઈ છે.
‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે મૂકત મને ચર્ચા
વિકાસવાદ ઉપર ધ્યાન કેન્દ્રીત
સમાજના પ્રશ્નોના ઉકેલ માટે હંમેશા તત્પર
તમારૂ ખુબ-ખુબ સ્વાગત છે મુખ્યમંત્રી
મન મુકીને વ્હાલ વરસાવ્યું
દિવ્યાંગો પ્રત્યે સંવેદનશીલતા
સામાન્ય માણસના પ્રશ્નને ઉંડાણપૂર્વક સમજવાની સૂઝ
જૈન પરિવાર અને પરંપરામાં તેમનો ઉછેર થયો છે. તેમનો જન્મ બર્માના તત્કાલિન રંગૂન શહેરમાં થયો હતો, પરંતુ બાળપણમાં તેમનો ઉછેર અને તેમની કારકિર્દીનું નિર્માણ રાજકોટ ખાતે થયું છે. તેઓ સંઘના કેમ્પ કે શિબિર હોય, કે પછી વિદ્યાર્થીઓની સંઘર્ષ સમિતિ દ્વારા ચલાવાતી નવ નિર્માણની ચળવળ હોય, પ્રાથમિકતા સાથે જવાબદારી નિભાવે છે. બાળપણથી જ વિજયભાઇ આરએસએસના આદર્શોને વરેલા રહ્યાં છે. તેમની શૈલી, સંસ્કૃતિ અને સ્વભાવ દીવા જેવો સ્પષ્ટ છે. રાજકીય ક્ષેત્રમાં તેમની કારકિર્દી સામાજિક કાર્યકર્તાની જેમ જ ફળદાયી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાનો જન્મદિન પુરગ્રસ્તો સાથે રહીને સેવાકાર્યથી મનાવ્યો હતો. પ્રજાવત્સલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અતિવૃષ્ટિથી પ્રભાવિત બનાસકાંઠામાં પાંચ દિવસ રોકાણ કર્યું હતું. દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આજે જન્મદિવસ નિમિત્તે અનેક સેવકાર્યોની હારમાળા સર્જાશે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ આયોજન ઘડી કાઢવામાં આવ્યા છે ત્યારે શહેર ભાજપ ધ્વારા દર વર્ષે વિવિધ સેવાકીય કાર્યો થકી જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી ને કારણે સોશ્યલ ડીસ્ટન્સીંગ સહીતની બાબતોને ધ્યાનમાં રાખી વિધાનસભા વાઈઝ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
વર્તમાન વડાપ્રધાન અને એક સમયના રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની જે એક નવી વ્યાખ્યા અમલમાં મુકીને દેશભરમાં ગુજરાતને એક મોડેલ સ્ટેટ બનાવ્યું તેને આગળ ધપાવતા વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જયાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે રાજયમાં માળખાકીય સુવિધા- મહાનગરોના આધુનિકરણ અને છેક ગ્રામ્ય વિસ્તાર સુધી જે માર્ગ-વિજળી પાણીની સુવિધાના નવા આયામ કરવા તેની સાથે રાજયમાં વિવિધ સરકારી સેવાઓને ઓનલાઈન કરી આ સેવાઓ ઝડપી બને તે જોવા ઉપરાંત પારદર્શકતા પણ સર્જી હતી.
વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ નિર્ણયોની માત્ર દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સરાહના થઈ હતી. રાજયમાં ફકત માળખાકીય સુવિધા જ નથી. કાયદો વ્યવસ્થા- રોજગાર માટે ઈ-પોર્ટલ તથા ઉદ્યોગોને ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસમાં ગુજરાતે મોદી શાસનમાં જે ઉચ્ચ માપદંડો સર્જાયા હતા તેને આગળ ધપાવી છે. શ્રેષ્ઠ શાસન, સુશાસન, ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, ડિજીટલાઈઝેશન, આરોગ્ય જેવાં અનેક ક્ષેત્રોમાં રાજયના
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીધેલાં ક્રાંતિકારી પગલાંઓને લીધે ગુજરાત ભારતનું પ્રથમ ક્રમનું સુશાસીત રાજય બન્યું છે.