લુખ્ખાગીરી અને ખંડણીખોરોથી વેપારીઓ વાજ આવી ગયા: આવેદન અપાયું
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામ લુખ્ખાગીરી ખંડણીખોર અપરણ કરો સહિતની ગુનેગારોએ માઝા મૂકી છે ત્યારે ત્યાંના વેપારીઓ ઉદ્યોગપતિઓ વાજ આવી ગયા છે અવાર નવાર ખંડણીખોરોનો ત્રાસ ઉદ્યોગપતિ વેપારીઓને મારઝૂડ તેમજ ખંડણી ઉઘરાવી આ રીતે ગુનેગારોથી વાજ આવી અને ત્રાસી જઇ અને વેપારીઓએ અનેકવાર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક સહિત કલેકટર મુખ્યમંત્રી ગૃહ મંત્રી સુધીની અવારનવાર ઉદ્યોગપતિ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આ અંગેની કોઇ જ પ્રકારની કાર્યવાહી સરકાર દ્વારા કે પોલીસ દ્વારા કરવામાં ન આવતા અંતે ઉદ્યોગપતિ અને ત્રાસી અને આખરે ગુનેગારો છાવરતી પોલીસ સામે કાયદાકીય રીતે ઉધોગપતિ અને વેપારીઓ તેમજ થાનગઢ નાના-મોટા તમામ ધંધાદારીઓ વેપારી મહામંડળ દ્વારા થાનગઢ બંધ રાખી અને ફરી એકવાર આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી રહી છે.
ત્યારે આજે થાનગઢમાં વેપારીઓની વિશાલ માત્રામાં નાના-મોટા ધંધાદારીઓ ધંધા-રોજગાર બંધ રાખી અને થાનગઢ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે એક રેલી યોજી અને પહોંચ્યા છે ત્યારે પોલીસ તંત્ર આ રેલીમાં જડબેસલાક બંદોબસ્ત રાખી અને વેપારી ઉદ્યોગપતિઓને આવેદનપત્ર મામલતદાર કચેરી ખાતે આપવામાં આવ્યું છે ત્યારે પોલીસ તંત્ર લુખ્ખા આવા તત્વોને ખંડણીખોરો ને ઉત્સાહિત સહિત કરતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.